ઠંડીમાં ફાટેલા હોઠને રૂ જેવા સોફ્ટ કરી દો આ ઘરેલુ ઉપાયોથી.
Mnf network: ઠંડીની સિઝનમાં હોઠ ડ્રાય થઇ જાય છે અને ફાટવા લાગે છે. ફાટેલા હોઠમાં ઘણી વાર મોટા ચીરા પડી જાય છે. ફાટેલા હોઠમાંથી ઘણી વાર લોહી પણ નિકળતુ હોય છે. ઠંડીની સિઝનમાં સ્કિનની કેર વધારે કરવી પડવી છે .
ઘી લગાવો: ફાટેલા હોઠને કોમળ અને રૂ જેવા સોફ્ટ બનાવવા માટે ઘી લગાવો. આ માટે દરરોજ રાત્રે ઘી લગાવીને સૂઇ જાવો. તમે ગાયનું ઘી પણ લગાવી શકો છો. ગાયનું ઘી પણ અસરકારક હોય છે.
દૂધની મલાઇ લગાવો: દૂધની મલાઇ સ્કિન માટે બેસ્ટ સાબિત થાય છે. દૂધની મલાઇ તમારા હોઠને મુલાયમ બનાવવાનું કામ કરે છે. તમે દૂધની મલાઇ હોઠ પર લગાવો છો ત્યારે ડ્રાયનેસ દૂર થાય છે અને સ્કિન કોમળ થાય છે. આ માટે તમે દરરોજ રાત્રે ઊંઘતા પહેલાં દૂધની મલાઇ હોઠ પર લગાવો. દરરોજ દૂધની મલાઇ હોઠ પર લગાવશો તો ક્યારેય ફાટશે નહીં અને સ્કિન કોમળ થશે.
મઘ: મધ સ્કિન માટે એવરગ્રીન સાબિત થાય છે. મધ એન્ટી ઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે જે ફાટેલા હોઠને કોમળ બનાવવાનું કામ કરે છે. મધ નેચરલ રીતે તમારા હોઠને રિપેર કરવાનું કામ કરે છે.
નારિયેળ તેલ: નારિયેળ તેલથી તમે ફાટેલા હોઠની સ્કિનને પોચી રૂ જેવી મસ્ત બનાવી શકો છો. આ માટે દરરોજ રાત્રે હોઠ પર નારિયેળ તેલ લગાવો.