આ દેશના યુવાનો ઝડપથી અમીર થઈ રહ્યા છે, જાણો દેશ વિશે અને શું છે કારણ?

આ દેશના યુવાનો ઝડપથી અમીર થઈ રહ્યા છે, જાણો દેશ વિશે અને શું છે કારણ?

Mnf net work :  

નોર્વેના યુવાનો કેવી રીતે ઝડપથી અમીર બની રહ્યા છે? તે કઈ રીતે કમાણી કરી રહ્યા છે? આ તમામ સવાલોના જવાબ આજે અમે તમને આપવાના છીએ.

બ્રિટિશ થિંક ટેન્ક ધ રિઝોલ્યુશન ફાઉન્ડેશનના એક અહેવાલ અનુસાર, નોર્વેમાં 30 થી 35 વર્ષની વયના લોકોની સરેરાશ વાર્ષિક એવરેજ આવક લગભગ 4 લાખ 60 હજાર ક્રોનર એટલે કે લગભગ 46 લાખ રૂપિયા છે.

અહીંના યુવાનો દર વર્ષે 46 લાખ રૂપિયા કમાઈ રહ્યા છે. જ્યારે અમેરિકામાં યુવાનોની આવકમાં 5 ટકા જ્યારે જર્મનીમાં 9 ટકાનો ઘટાડો થયો છે.

અહેવાલો અનુસાર, નોર્વે વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જ્યાં બેરોજગારીનો દર 10 ટકાથી ઓછો છે. રાજધાની ઓસ્લોમાં એવા યુવાનો ભાગ્યે જ જોવા મળશે જેમની પાસે નોકરી નથી કે પોતાનું કોઈ કામ નથી. લોકો સુપરમાર્કેટમાં કામ કરે છે. પ્રતિ કલાકના આધારે પૈસા કમાય છે.

ઘણા લોકો માત્ર 5 કલાકમાં લાખો રૂપિયા કમાઈ લે છે. અહીં ટેક્સના દરો ખૂબ ઊંચા છે તેમ છતાં લોકો ઘણા પૈસા બચાવે છે અને આ જ કારણ છે કે તેમની આવક વધી રહી છે.