શિયાળો આવતા જ ઠંડીમાં વધી જાય છે હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો
શિયાળામાં નસોમાં કોલસ્ટ્રેલ જમા થવા લાગે છે
હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે
આ દર્દીઓએ શિયાળામાં ખાસ સાવધાની રાખવી જોઈએ
Mnf net work: શિયાળામાં અનેક પ્રકારની બિમારીઓનું જોખમ વધી જાય છે. શિયાળામાં નસોમાં કોલસ્ટ્રેલ જમા થવા લાગે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી જાય
બ્લડ પ્રેશર કંટ્રોલ કરો
સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ ઓછું થાય તે માટે બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખવું જરૂરી છે. ભોજનમાં મીઠાનું ઓછી માત્રામાં સેવન કરવું. ફળ, લીલા શાકભાજી અને સલાડનું સેવન કરવું. નિયમિતરૂપે કસરત કરવી.
ધૂમ્રપાન ના કરવું
ધૂમ્રપાન, દારૂ, તમાકુનું સેવન કરવાથી સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આ કારણોસર દારૂ, સિગારેટ અથવા નશીલી વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ. એનર્જી ડ્રિંક તથા સોડાનું સેવન ના કરવું.
નિયમિતરૂપે કસરત કરવી
દિવસમાં 30 મિનિટ વર્કઆઉટ તો કરવું જ જોઈએ. મોર્નિંગ વોક તથા સીઢી ચઢવા જેવી કસરત કરવાથી ફાયદો થઈ શકે છે. સાયક્લિંગ, જોગિંગ જેવી એરોબિક કસરત કરવાથી ફાયદો થઈ શકે છે.
બ્લડ ટેસ્ટ કરાવો
નિયમિતરૂપે બ્લડ શુગર, બ્લડ પ્રેસ તથા કોલસ્ટ્રોલની તપાસ કરાવવી. કોઈપણ પ્રકારની સમસ્યા દેખાય તો તાત્કાલિક ડોકટરની સલાહ લેવી જોઈએ.
વહેલા ના ઉઠવું
જો તમને હાર્ટની બિમારી અથવા સ્ટ્રોકની સમસ્યા હોય તો શિયાળામાં વહેલા ના ઊઠવું જોઈએ. નહીંતર લોહી ઘટ્ટ થઈ શકે છે અને બ્લડ સર્ક્યુલેશનમાં પરેશાની થઈ શકે છે.
નહાતા સમયે આ ભૂલ ના કરવી
શિયાળામાં ડાયરેક્ટ સૌથી પહેલા માથા પર પાણી ના નાખવું જોઈએ. સૌથી પહેલા પગ, પીઠ અને ગરદન પર પાણી નાખીને ત્યારપછી જ માથા પર પાણી નાખવું જોઈએ. નાહ્યા પછી તરત જ બાથરૂમમાંથી બહાર ના નીકળવું, કપડાં પહેરીને જ બહાર નીકળવું.