સુરત : SMC કમિશ્નર શાલીની અગ્રવાલે ઉધના ઝોનના વડા ચાવડાની એકાએક કેમ બદલી કરી?જાણો કારણ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા વહીવટીય પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવા માટે અનેક પ્રકારના કડક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સુરત મનપાના ઉધના ઝોનના વડા અને તાજેતરમાં જ એડિશનલ સિટી ઇજનેર બનેલા મહેશ ચાવડાની ઉધના ઝોનમાંથી મનપા કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા અચાનક સેન્ટ્રલ સ્ટોર વિભાગમાં બદલી કરી દેવાતાં સુરત મનપાનાં વર્તુળોમાં સોંપો પડી ગયો છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, મિલકતવેરા પેટે ૪ કરોડથી વધુની બાકી વસૂલાતની ઉઘરાણી બાકી હોવાથી મનપા કમિશનર દ્વારા ટોરન્ટ પાવર કંપનીને આ નાણાં ના ભરે ત્યાં સુધી રસ્તા ખોદાણની મંજૂરી ન આપવાની સૂચના આપવામાં આવી હતી છતાં પણ ઉધના ઝોનમાં સમાવિષ્ટ મજૂરાગેટ, સિવિલ હોસ્પિટલની પાછળ નવનિર્મિત ‘સિડ્સ’ હોસ્પિટલમાં વીજજોડાણ માટે ટોરન્ટ પાવર કંપનીને રસ્તા ખોદાણ માટે મંજૂરી આપી દેવાઇ હતી.હોવાથી મનપા કમિશનરે આ કાર્યવાહી કરી છે. તો બીજી બાજુ લિંબાયત ઝોનના વડા ભગવાકરને ફરી એકવાર ઉધના ઝોનનો વડા તરીકે યાર્જ આપી દેવાયો છે.