સુરત : ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં અતુલ વેકરીયાના જામીન મંજૂર : પોલીસ ભાજપના નેતાઓના ઈશારે કામ કરતી હોવાની ચર્ચા

સુરત : ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ કેસમાં અતુલ વેકરીયાના જામીન મંજૂર : પોલીસ ભાજપના નેતાઓના ઈશારે કામ કરતી હોવાની ચર્ચા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) :  પારદર્શક વહીવટની ગુલબાંગો પોકારતી ભાજપ સરકારના નેતાઓના ઇશારે સુરતના અતુલ બેકરી ના માલિક અતુલ વેકરીયા ના drink and drive કેસમાં એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવા છતાં પણ તેની સામે સુરત પોલીસ બિચારી, બાપડી અને પાંગળી બની ને કાયદા ની કલમો ઉઠાવતા ડરી રહી છે . કારણકે અતુલ વેકરીયા એ જ્યારે ડ્રિંક કરીને drive કર્યું છે અને એક વ્યક્તિનું મૃત્યુ થયું છે છતાં પણ આ કેસમાં પોલીસે માનવ વધની 304 કલમ હેઠળ ગુનો નોંધવા ને બદલે 304(અ) હેઠળ ગુનો નોંધીને એ સાબિત કરી દીધું છે કે ગુજરાતની પોલીસ ભાજપના નેતાઓના ઇશારે કામ કરી રહી છે. પોલીસે લગાવેલી હળવી કલમને કારણે અતુલ વેકરીયાને જામીન મળી ગયા છે.

અત્રે નોંધનીય છે કે, શુક્રવારે મોડી સાંજે 9 વાગે દારૂ પીધેલી હાલતમાં વૈભવી કાર હંકારી વેસુના અભિષેક પાર્કમાં રહેતી અને યુનિવર્સિટીમાં જુ. ક્લાર્ક તરીકે ફરજ બજાવતી 29 વર્ષિય ઉર્વશી ચૌધરીનું 25થી 30 ફૂટ જેટલી ઘસડી હતી. ઉર્વશી તેના ભાઇ સાથે એસ.ડી. જૈન સ્કૂલ પાસે ફ્રેંકી લેવા માટે આવી હતી. અકસ્માત બાદ લોકોએ અતુલ વેકરિયાને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. જોકે પોલીસ 9 કલાક પછી એટલે કે સવારે 5 વાગે સિવિલ હોસ્પિટલમાં વેકરિયાનું મેડિકલ કરાવવા માટે લઇ ગઇ હતી. 24 કલાક પછી પણ તેની સામે દારૂ પીધાનો કેસ નોંધાયો નથી.

જો કે કાયદાના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, દારૂના નશામાં અકસ્માત કરનાર સામે સાપરાધ મનુષ્યવધ લાગુ પડે. જે જામીનપાત્ર નથી અને તેમાં સજાની જોગવાઇ પણ 10 વર્ષની હોય છે. આરોપીના મેડિકલ પછી 304નો ગુનો દાખલ થઇ શકે. અત્રે નોંધનીય છે કે મોદી કેક થી ફેમસ બનેલા અતુલ વેકરીયા ભાજપના નેતાઓ સાથે ખૂબ જ ગાઢ સંબંધો ધરાવે છે. સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થી લઈને ભાજપના અનેક નેતાઓ સાથે તેમના ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે જે દર્શાવે છે કે અતુલ વેકરીયા ભાજપના નેતાઓ સાથે સંબંધો ધરાવતા હોવાથી ભાજપના નેતાઓની છત્રછાયા નું તેમને રક્ષણ મળ્યું હોઇ પોલીસે તેમની સામે કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર હળવી કલમ લગાવી ને જામીનપાત્ર ગુનો બને તેવા ચોકઠા ગોઠવ્યા છે. ત્યારે આ ઘટનાને લઇને સુરતીઓમાં પોલીસ પ્રત્યે ખૂબ જ આક્રોશની લાગણી જન્મી છે અને સરકારના આ અપારદર્શક વહીવટ સામે લોકોએ ફિટકાર વરસાવી રહ્યા છે.