સુરતના 7 વર્ષના વિદ્યાર્થીનો વિડીયો વાયરલ : ' જબ પાની બિકના શરૂ હુઆ થા, તબ હમને મજાક સમજા થા- આજ હવા ભી બિકના શરૂ હો ગઈ હૈ.'

સુરતના 7 વર્ષના વિદ્યાર્થીનો વિડીયો વાયરલ :  ' જબ પાની બિકના શરૂ હુઆ થા, તબ હમને મજાક સમજા થા- આજ હવા ભી બિકના શરૂ હો ગઈ હૈ.'

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :   કોરોનાએ ભયાવહ રૂપ ધારણ કરતા આજે લોકોને ઓક્સિજન માટે આમતેમ ફાંફા મારવાનો સમય આવ્યો છે.પૈસા ખર્ચવા છતાંય ઓક્સિજન મળતો નથી.સુરત જેવા શહેરમાં ઓક્સિજનના અભાવે લોકો મોતને ભેટી રહ્યા છે,ત્યારે શહેરીજનો અને દેશવાસીઓને પર્યાવરણનું મહત્વ સમજાવતો સુરતના 7 વર્ષના ટાબરીયાનો એક વિડીયો સોશ્યલ મીડિયામાં હાલમાં જોરશોરથી વાયરલ થયો છે.

વાયરલ વીડિયોમાં 7 વર્ષના તાબરીયાએ લોકોને પ્રાણવાયુ અર્થાત ઓક્સિજનનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. 28 સેકંડનો આ વીડિયો સુરત ના 7 વર્ષના રિયાંશ ખરાડી નામના ધોરણ 1 ના વિદ્યાર્થીનો છે. સુરતના દાંડી રોડ પર આવેલી તાપ્તિ વેલી સ્કૂલના ધો.1 ના વિદ્યાર્થી રિયાંશે બનાવેલ આ 28 સેકન્ડનો વિડીયો સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવે છે.

વાયરલ વીડિયોમાં રિયાંશ એક પથરાળ જમીનમાં છોડ રોપી રહ્યો છે.તેના બેકગ્રાઉન્ડમાં ધુમાડા દ્વારા પ્રદૂષણ ઓકતી ચીમનીઓ નજરે પડે છે.રિયાંશે શ્વાસ લેવા માટે તેની પીઠ પાછળ મોબાઈલ ઓક્સિજન સિલિન્ડર લગાડેલું છે.આ સાથે જ વિડીયોના બેકગ્રાઉન્ડ સંગીત માંથી સાંભળવા મળે છે કે, ' જબ પાની બીકના શરૂ હુઆ થા, તબ હમને મજાક સમજા થા- આજ હવા ભી બિકના શરૂ હો ગઈ હૈ.'  'કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે શ્વાસના પણ પૈસા ચૂકવવા પડશે, શ્વાસ પણ હવે મફતમાં મળતો નથી.' જેવા લાગણીસભર સંવાદો સાંભળવા મળે છે.આ અગાઉ ગત લોકડાઉનમાં રિયાંશે કોરોના વોરિયર્સ માટે આકર્ષક ચિત્રો પણ બનાવ્યાં હતાં.