રસીકરણ સર્ટીની જેમ ડેથ સર્ટી અને પ્રાઇવેટ હોસ્પિટલોના બિલ ઉપર પણ PM મોદીનો ફોટો મૂકો, જાણો કોણે કરી આ માંગ

રસીકરણ સર્ટીની જેમ ડેથ સર્ટી અને પ્રાઇવેટ હોસ્પિટલોના બિલ ઉપર પણ PM મોદીનો ફોટો મૂકો, જાણો કોણે કરી આ માંગ

મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત :  ગુજરાતમાં કોરોનાના હાહાકાર વચ્ચે હાલમાં રસીકરણ કાર્યક્રમ ચાલુ છે. જોકે સમયસર રસી ન મળવાને કારણે અનેક મુશ્કેલીઓ પણ સર્જાઈ રહી છે. તો બીજી બાજુ જે વ્યક્તિ દ્વારા રસી મૂકાવવામાં આવે છે એ વ્યક્તિને અપાતા સર્ટિફિકેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ફોટો લગાડવા માં આવેલો હોય છે. ત્યારે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે જેમ રસીકરણ સર્ટિફિકેટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ફોટો આવે છે એ જ રીતે ડેથ સર્ટિફિકેટ અને પ્રાઇવેટ હોસ્પિટલોના બિલમાં પણ નરેન્દ્ર મોદી નો ફોટો મુકો.

આમ આદમી પાર્ટીના નેતા તુષાર મેપાણીએ સોશિયલ મીડિયા થકી એવી માગણી કરી છે કે જે રીતે રસીકરણના સર્ટિફિકેટ ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ફોટો લગાવવામાં આવે છે એ જ રીતે ડેથ સર્ટિફિકેટ ઉપર અને પ્રાઇવેટ હોસ્પિટલના બિલ ઉપર પણ પ્રધાનમંત્રી નો ફોટો લગાડવામાં આવે.આમ આદમી પાર્ટીના નેતા તુષાર મેપાણીએ સુરત મહાનગરપાલિકાને સોશિયલ મીડિયા દ્વારા માંગણી કરી છે કે, સુરતમાં હાલમાં રસીકરણનો પોગ્રામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યો છે. જેણે પ્રથમ ડોઝ લીધો હોય તેને બીજો ડોઝ મળતો નથી અને પ્રથમ ડોઝ માટે રજિસ્ટ્રેશન માં પણ મુશ્કેલી પડે છે. જે રીતે રસીકરણના સર્ટિફિકેટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો ફોટો હોય છે એ જ રીતે ડેથ સર્ટી અને પ્રાઇવેટ હોસ્પિટલના બિલ ઉપર પણ નરેન્દ્ર મોદી નો ફોટો લગાડવામાં આવે. જોકે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરાયેલી માગણીને લઇને હવે રાજકારણ ગરમાયુ છે.

દેશની સૌથી અગ્રણી સોશિયલ મીડિયા વેબસાઈટ ધ વાયર માં લખવામાં આવ્યું છે કે હાલમાં સમગ્ર વિશ્વમાં અનેક લોકશાહી અને સરમુખત્યારશાહી દેશોમાં COVID રસીકરણ નો કાર્યક્રમ ચાલુ છે. જેમાં ભારતના એકમાત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા છે કે જેમણે રસીકરણના સર્ટિફિકેટ ઉપર પોતાનો ફોટો મુકાવીને પોતાની વ્યક્તિગત પ્રસિદ્ધિ લેવાનું શરૂ કર્યું છે.ભારત સરકારના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયે જારી કરેલા પ્રોવિઝનલ સર્ટિફિકેટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર સાથે, રસી અપાયેલા તમામ લોકોને તળિયે એક અગત્યની પટ્ટી વહન કરવામાં આવે છે.  અંગ્રેજીમાં પ્રોત્સાહન ("સાથે મળીને આપણે COVID-19 ને હરાવીશું") અને હિન્દી (" દવાઈ ભી ઔર કડાઈ ભી").