ચર્ચા : ઉત્તરાયણ બાદ ધો.10 થી કોલેજના વર્ગો ઓનફલાઈન રહેશે કે પછી Online થશે ? જાણો

ચર્ચા : ઉત્તરાયણ બાદ ધો.10 થી કોલેજના વર્ગો ઓનફલાઈન રહેશે કે પછી Online થશે ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના) : હાલમાં શિયાળાની હાડ થીજાવી દેતી ઠંડીમાં શરદી-ખાંસી અને વાયરલ ઇન્ફેક્શન સાથે કોરોના ના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે ઉપરાંત સુરત સહિત સમગ્ર રાજ્યમાં શાળાઓમાં વિદ્યાર્થીઓમાં પણ હવે કોરોના નું સંક્રમણ વધવા લાગ્યું છે. ત્યારે જો કે સરકારે ધોરણ 1 થી 9 ના વર્ગો 31 જાન્યુઆરી સુધી ઓનલાઇન કરી દીધા છે. પરંતુ ધોરણ 10 થી કોલેજ સુધીના વર્ગો હાલમાં ઓફલાઇન ચાલુ છે જેમાં વિદ્યાર્થીઓ માં કોરોના ના કેસો દિનપ્રતિદિન વધારે જોવા મળી રહ્યા છે. ત્યારે આવા સંજોગોમાં અમુક ચોક્કસ સમય માટે ધોરણ 10 થી કોલેજ ના વર્ગો પણ ઓનલાઈન કરવામાં આવે તે વિદ્યાર્થીઓના હિતમાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાલમાં ગુજરાતમાં કોરોના ના કેસો માં રોકેટ ગતિએ વધારો જોવા મળી રહ્યો છે. સુરત જેવા શહેરમાં કોરોના ના કેસો બમણી ઝડપથી વધી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓ માં પણ કોરોના નું સંક્રમણ વધુ જોવા મળ્યું છે. જોકે સુરતમાં પાલિકા દ્વારા જે શાળાઓ અને કોલેજોમાં કોરોના ના કેસો આવ્યા તેમને બંધ કરી દેવામાં આવી છે. ત્યારે સુરત સહિત સમગ્ર રાજ્યમાં શાળાઓમાં હાલમાં ઓફલાઇન ચાલતા ધોરણ 10 થી કોલેજના વર્ગોમાં વિદ્યાર્થીઓમાં કોરોના ના કેસો વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે આવા સંજોગોમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતને ધ્યાનમાં લઈને જ્યાં સુધી પરિસ્થિતિ થાળે ન પડે ત્યાં સુધી ધોરણ 10 થી કોલેજ સુધીનું શિક્ષણ ઓનલાઈન કરવામાં આવે તે વિદ્યાર્થીઓના હિતમાં છે.

અત્રે નોંધનીય છે કે હાલમાં ધોરણ 10 થી કોલેજના વિદ્યાર્થીઓ માં વેક્સિનેશન ની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ શાળામાં એક સંક્રમિત વિદ્યાર્થી અનેક વિદ્યાર્થીઓને સંક્રમિત કરી શકે છે અને વિદ્યાર્થીઓ નું સ્વાસ્થ્ય સાથે સાથે શિક્ષકો નું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાઈ શકે છે. ઘણીવાર જો કોઈ શિક્ષક સંક્રમિત હોય તો તેને કારણે વિદ્યાર્થીઓ પણ સંક્રમિત થઈ શકે છે. ત્યારે આવી કપરી પરિસ્થિતીમાં સરકારે રાજકીય રોટલો શેકવા ને બદલે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતની પરવા કરી ને ધોરણ 10 થી કોલેજ ના વર્ગો પણ ચોક્કસ પરિસ્થિતિ હળવી ન થાય ત્યાં સુધી online કરવા જોઈએ તેઓ એક મત પ્રવર્તી રહ્યો છે. જોકે બીજી બાજુ એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે ઉત્તરાયણ પછી ધોરણ 10 થી કોલેજ સુધીનું શિક્ષણ ઓનલાઈન થઈ શકે છે, જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે કેટલીક શાળાઓએ ઓનલાઇન શિક્ષણ ફરીથી ચાલુ કરવા માટેની પણ વ્યવસ્થા ઓ અને તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શિક્ષણ મંત્રી વિદ્યાર્થીઓના હિતમાં કેટલો ઝડપથી નિર્ણય લઈ શકે છે ?