પોઝીટીવીટીની સૌથી શ્રેષ્ઠ વેકસીનના પ્રણેતા મોદીથી કોરોના સૉ જોજન દૂર રહેવાનું શુ છે રહસ્ય ? જાણો

પોઝીટીવીટીની સૌથી શ્રેષ્ઠ વેકસીનના પ્રણેતા મોદીથી કોરોના સૉ જોજન દૂર રહેવાનું શુ છે રહસ્ય ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) :  એક મુખ્યમંત્રી થી સીધા પ્રધાન મંત્રી બની સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ નો ડંકો વગાડનાર વર્તમાનના વિવેકાનંદ એવા વિકાસની રાજનીતિના પ્રણેતા નરેન્દ્ર મોદી એ પોઝીટીવિટી ની સૌથી મોટી વેકસીન છે.કદાચ મારા આ શબ્દો તેમના થી અલગ વિચારધારા ધરાવનાર લોકોને સીધા ગળે નહી ઉતરે પણ અંદરખાને મોદીથી જુદી વિચારધારા ધરાવનારાઓને પણ એવું કહેતા સાંભળ્યા જ છે કે 'મોદી એ મોદી' છે. મોદીજી ની કાર્યક્ષમતાને માત્ર ભારતીયોએ જ નહીં વિદેશીઓ એ પણ સહજતાથી સ્વીકારી લીધી છે.

દેશહિત ના નિર્ણયો માટે રાજકીય હિતો ની પરવા ન કરનાર પ્રધાનમંત્રી મોદીજીએ મોટા નિર્ણયો લઈને તેમની નિર્ણયશક્તિનો પરચો આપ્યો છે.હજુ 2022 માં મોદીજી દેશહિત માટે વધુ એક કપરો નિર્ણય લઈ શકે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.જો કે આ નિર્ણયથી કદાચ વિશ્વ સ્તરે ભારતનું સ્થાન ઘણું ઊંચું સાબિત થશે. મોદીજી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમણે લીધેલા નિર્ણયો ને કારણે આજે ગુજરાત વધુ ઝડપથી પ્રગતિના પંથે આગળ વધી રહ્યું છે.

ઉત્તર ગુજરાતની પવિત્ર ગણાતી સૂકી ભઠ્ઠ લોકમાતા સરસ્વતીને નર્મદાના પાણી થી સજીવન કરીને તત્કાલીન મુખ્યમંત્રી મોદીજીએ ' નેવાં નાં પાણી મોભારે ન ચડે'  વાળી કહેવતને ખોટી સાબિત કરી હતી.જો કે સરસ્વતીને સજીવન કરવા ખોરસમ પાઇપલાઇન દ્વારા સરસ્વતીમાં પાણી નાખવાનો પ્રોજેકટ શક્ય ન હોવાનું રટણ કરનાર અધિકારીઓને પોઝીટીવીટી ની વેકસીન આપીને અધિકારીઓને પડકારો સામે લડવા સક્ષમ બનાવ્યા હતા.

જે અમેરિકાએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાની ધરતી પર પગ મૂકવા વિરોધ નોંધાવ્યો હતો એ જ અમેરિકા મોદીની પ્રથમ અમેરિકા મુલાકાત દરમ્યાન નતમસ્તક બની મોદી નું દિવાનું બની ગયું હતું.આ હતી મોદીજીની હકારાત્મક ઉર્જાની તાકાત.( જો કે અમે ' મોદીજીને વિઝા આપવાનો ઇન્કાર કરનાર અમેરિકા જ મોદીને આવકારવા તલપાપડ બનશે એમ સુરતથી પ્રસિદ્ધ થતા 'સામના' અખબારની એક કોલમમાં લખ્યું હતું.જે પાછળથી સત્ય પૂરવાર થયું જે દેશ અને દુનિયાએ જોયું.)

નરેન્દ્ર મોદી ની સૌથી મોટી તાકાત એમની હકારાત્મક ઉર્જા છે. કોરોનાની મહામારીમાં પણ મોદીજીએ દેશ વાસીઓના મનોબળને મજબૂત બનાવી હિંમત પૂર્વક મહામારી સામે લડવા સતત પોઝીટીવીટી ની વેકસીન આપી છે. જો કે સમગ્ર વિશ્વમાં મોદીજીના નેતૃત્વમાં કોરોના સામેની લડાઈમાં ભારતે જ પ્રથમ સફળતા હાંસલ કરી છે.વેકસીન બનાવવાથી લઈને વેકસીનેશન સુધીમાં ભારત વિશ્વમાં અગ્રેસર રહ્યું છે. એક વાત ખાસ નોંધનીય રહી છે કે લોકોની વચ્ચે રહેનાર દેશ અને દુનિયાના અનેક નેતાઓને કોરોના સ્પર્શી ગયો છે પણ સતત લોકોની વચ્ચે દેશ વાસીઓના સુખદુઃખમાં સાથે રહેનાર મોદીજી થી કોરોના સૉ જોજન દૂર રહ્યો છે એનું કારણ કદાચ નરેન્દ્ર મોદીમાં રહેલી તેમની હકારાત્મક ઉર્જા જ હોઈ શકે છે !