સુરત ભાજપનાં આ મહિલા નેતાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના જન્મદિને જે કર્યું એ જાણી PM મોદી પણ થઈ જશે ખુશખુશાલ

સુરત ભાજપનાં આ મહિલા નેતાએ  ગૃહમંત્રી હર્ષ સંઘવીના જન્મદિને જે કર્યું એ જાણી PM મોદી પણ થઈ જશે ખુશખુશાલ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : ગુજરાતના ગૃહ મંત્રી અને સુરત મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી ના જન્મદિવસ નિમિત્તે સુરતમાં ઠેરઠેર જન્મદિવસની શુભકામના ના બેનરો લાગ્યા હતા.તેમના ચાહકોએ તેમનો જન્મ દિવસ વિવિધ રીતે ઉજવ્યો હતો. ત્યારે સુરત ભાજપના મહિલા કાર્ય કરે ગૃહ મંત્રી હર્ષ સંઘવી નો જન્મદિવસ એવી રીતે ઉજવ્યો કે જેને લઇને સોશિયલ મીડિયામાં ચારે બાજુ તેમની પ્રશંસા થઈ રહી છે.

સુરત ભાજપના મહિલા નેતા અને પરમાર્થ ફાઉન્ડેશનના સ્થાપક કોમલબેન બચકાનીવાલા અને તેમની ટીમે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ના 37 માં જન્મદિવસ નિમિત્તે 'દિન સહાયક વિદ્યામંદિર' ખાતે વિદ્યાર્થીઓમાં ડિજિટલ સ્લેટો નું વિતરણ કરી સાચા અર્થમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્ન ને સાકાર કર્યું હતું. અત્રે નોંધનીય છે કે સુરત ભાજપનાં આ મહિલા નેતા એક સામાજિક કાર્યકર છે અને તેઓ દિનપ્રતિદિન અનેક સામાજિક કાર્યોથી માનવતાને મહેકાવી રહ્યાં છે.