સુરત : ભાજપના બે નેતાઓએ કેજરીવાલના દિલ્હી મોડેલને એક્સપોઝ કરવા જતાં ગુજરાતના વિકાસ મોડેલનો પરપોટો ફૂટી ગયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( સુના સો ચુના) : સુરતમાં હાલમાં કોરોના ના વધતા જતા સંક્રમણને કારણે સ્થિતિ ખૂબ જ બગડી રહી છે એક બાજુ હોસ્પિટલોમાં ઓક્સિજન અને રેમડિસેવર જેવા ઇન્જેક્શનો ની અછત વર્તાઈ રહી છે. સરકાર મૃત્યુના આંકડાઓને છુપાવી રહી છે, ત્યારે સુરત ભાજપના બે નેતાઓ પોતાની નૈતિક જવાબદારી ભૂલીને દિલ્હીની કેજરીવાલ સરકારના શિક્ષણ મોડલનો વિરોધ કરવામાં વ્યસ્ત બન્યા છે.
સુરત ભાજપના પૂર્વ મેયર ડો.જગદીશ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ તથા પૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરા દ્વારા સોશિયલ મીડિયામાં દિલ્હીની કેજરીવાલ સરકારના શિક્ષણ મોડેલ સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જોકે આ બન્ને દિગ્ગજ નેતાઓ સુરત ના મેયર તરીકે રહી ચૂક્યા છે અને જ્યારે નિરંજન ઝાંઝમેરા સુરતના મેયર તરીકે ફરજ અદા કરી રહ્યા હતા ત્યારે તેમના સમયમાં તેમનો જ વિસ્તાર કતારગામ જાણે રખડતા ઢોરોનો તબેલો બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
જોકે ભાજપના બંને નેતાઓ કદાચ એ વાતને ભૂલી ગયા હશે કે જ્યારે કોઈની સામે એક આંગળી ચીંધવામાં આવે છે ત્યારે ચાર આંગળીઓ આપણી સામે જ ચિંતા થતી હોય છે અર્થાત હાલમાં કોરોના ની કપરી સ્થિતિમાં આરોગ્ય ની સુવિધાઓ નો સદંતર અભાવ દેખાઈ આવે છે એટલું જ નહીં સુરતમાં કોરોના ને લીધે સ્થિતિ કેટલી વણસી છે એ મીડિયાના માધ્યમથી પણ કદાચ આ નેતાઓને ખબર હશે પરંતુ સસ્તી પ્રસિદ્ધિ લેવામાં ક્યારેય પાછી પાની નહીં કરનાર હવે ભાજપને હવે કોંગ્રેસ ને બદલે આમ આદમી પાર્ટી સામે સવાલો કરવાની જરૂર કેમ પડી ?
જોકે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સત્ય કહ્યું હતું કે સુરતમાં સોનાની થાળીમાં લોઢાનો હથોડો પડ્યો છે. ભાજપને સુરતમાં હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીનો છૂપો ડર સતાવી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. જોકે મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 27 કોર્પોરેટરો ભાજપના 93 કોર્પોરેટરોને ભારે પડી રહ્યા હોય એવા અનેક કિસ્સાઓ અત્યાર સુધીમાં બની ચૂક્યા છે. જેને લઇને હવે ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસ ને બદલે આમ આદમી પાર્ટી સામે નિશાન તાકવામાં લાગ્યા છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ દિલ્હી સરકારે બનાવેલી શાળાઓને લઈને એક ટ્વિટ કર્યું હતું ત્યારે ભાજપના પૂર્વ મેયર ડો. જગદીશ પટેલે ગોપાલ ઇટાલીયાના ટ્વીટને હેશ ટેગ AAPexposed લખી 'આ કેવી રીતે શક્ય બને ?' કેપશન સાથે રીટ્વીટ કર્યું હતું. ત્યારે અન્ય ટ્વિટર યુઝર્સે ડોક્ટર જગદીશ પટેલ ના ટ્વીટ નીચે ગુજરાત સરકારની પોલ ખોલી હતી. તો વળી સુરત શહેર ભાજપ પ્રમુખ અને પૂર્વ મેયર નિરંજન ઝાંઝમેરાએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, '૧૦૦ કે ૨૦૦ નહી પાંચસો કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરીને દેશના બીજા રાજ્યોના સમાચારપત્રોમાં પરીક્ષા પરિણામોની જાહેરાતો આપનારી આમ આદમી પાર્ટી એ રકમ થી દિલ્હીની કેટલીય જર્જરિત શાળાઓનું સમારકામ કરી શકી હોત.' ત્યારે અન્ય ટ્વિટર યુઝર્સે ભાજપના ગુજરાત વિકાસ મોડેલ સામે અનેક સવાલો ખડા કર્યા છે. આમ કેજરીવાલના દિલ્હી મોડલને એક્સપોઝ કરવા જતા ગુજરાતનું વિકાસ મોડેલ એક્સપોઝ થઈ રહ્યું છે.