NEWS IMPACT/ મોર્નિંગ ન્યુઝ ફોક્સના અહેવાલ ના 24 કલાકમાં સુરત અને અમદાવાદમાં કોમર્શિયલ ગરબા આયોજનો પર GST ના દરોડા પડતાં ખળભળાટ

કોમર્શિયલ ગરબા આયોજકો નિયમો નેવે મૂકી ઉઘાડી લૂંટ ચલાવતા હોવાનો અહેવાલ મોર્નિંગ ન્યુઝ દ્વારા થયો હતો પ્રસિધ્ધ
મોર્નિંગ ન્યુઝ ના અહેવાલ ને 24 કલાક થાય એ પહેલા GST એ પાડ્યા દરોડા
સુરત ની બહુ ચર્ચિત સુવર્ણ નવરાત્રી માં દરોડા પડ્યા ના અહેવાલ
સુરત અને અમદાવાદના ગરબા આયોજકો ને ત્યાં અનેક મોટા ગજા ની રાજકીય હસ્તીઓ એ લીધી છે મુલાકાત
મોર્નિંગ ન્યુઝ ફોક્સ, સુરત : ગુજરાતમાં ગરબા આયોજકો પર જીએસટી ત્રાટક્યું છે. સુરત અને અમદાવાદમાં 10 થી વધુ ગરબા આયોજક પર જીએસટીએ દરોડા પાડ્યાનું જાણવા મળ્યું છે. જેને લઈ અન્ય ગરબા આયોજકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં કોમર્શિયલ ગરબા આયોજકો દ્વારા ખેલૈયાઓ પાસેથી ટિકિટ પાણી અને પાર્કિંગ મુદ્દે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી હતી જેને લઈને મોર્નિંગ ન્યુઝ ફોકસ ની ઓફિશિયલ ન્યુઝ વેબસાઈટ પર 29 સપ્ટેમ્બર 2025 ના રોજ "AC ડોમ કે કોમર્શિયલ ગરબા પાર્ટી પ્લોટ માં નિયમો નેવે મૂકતા આયોજકોને કોના આશીર્વાદ ?" ટાઈટલ હેઠળ સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જેમાં છેલ્લે આવો સાથે થતી ઉઘાડી લુંટ પાછળ કોના છુપા આશીર્વાદ હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જોકે મોર્નિંગ ન્યુઝ ફોકસ ના અહેવાલ પ્રસિદ્ધ થવાને 24 કલાક જેટલો સમય થાય તે પહેલા જ જીએસટી વિભાગ દ્વારા સુરત અને અમદાવાદના કોમર્શિયલ ગરબા આયોજકોને ત્યાં દરોડા પડતા અન્ય કોમર્શિયલ ગરબા આયોજકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
અમદાવાદમાં આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબામાં રેડ પાડવામાં આવી છે. અમદાવાદ સાથે સુરતની સુવર્ણ નવરાત્રિમાં આ રેડ પાડવામાં આવી છે. જેને પગલે મોટા આયોજકોમાં ફફડાટ ફેલાયો છે. બ્લેકમાં વેચાતા પાસને લઈ જીએસટી વિભાગે કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.