સુરત : મનીષ સિસોદીયાના સ્વાગત માટે ગયેલ AAP પ્રદેશ પ્રમુખને અટકાવાયા, ગોપાલ ઇટાલિયાએ શુ કહ્યું ? જાણો
મોર્નિંગ ન્યુઝ ફોકસ,સુરત : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા જી આજે સુરત ખાતે આવી પહોંચ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે એરપોર્ટ પર મનીષ સિસોદિયા જીના આગમન ટાણે તેમને આવકારવા માટે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા ને પણ જતા અટકાવ્યા હોવાનું મીડિયા સમક્ષ ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું.
ગોપાલ ઇટાલીયા એ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ આવે છે ત્યારે સરકાર કોઈના કોઈ બહાને કાર્યકર્તાઓને અટકાવે છે. જોકે આજે ખુદ ગોપાલ ઇટાલીયા ને પણ એરપોર્ટ પર મનીષ સિસોદિયા નું સ્વાગત કરવા માટે જતા અટકાવ્યા હતા. એટલું જ નહીં કાર્યકરોને પણ એરપોર્ટ થી ૫ કિલોમીટર દૂર અંતરે થી જ અટકાવી દેવામાં આવ્યા હતા. ત્યારે ગોપાલ ઇટાલીયાએ ભાજપ અને કોંગ્રેસ પર વધુમાં ચાબખા માર્યા હતા કે જે લોકો આમ આદમી પાર્ટીને બી ટીમ ગણાવી રહ્યા છે તેઓ ને હવે ડર શેનો છે? શા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓને કોઈના કોઈ બહાને આવેલા નેતા ની મુલાકાત કરતા અટકાવવામાં આવે છે.
વધુમાં આમ આદમી પાર્ટી સામે કેટલાક એવા આક્ષેપો થયા હતા કે આમ આદમી પાર્ટી એ આંદોલનકારીઓની પાર્ટી છે ત્યારે આ મુદ્દે ગોપાલ ઇટાલીયા જણાવ્યું હતું કે આપણો દેશ આઝાદ થયો આંદોલનથી. એટલે આંદોલન એ આપણા દેશની સ્વતંત્રતા ના પાયામાં છે. ત્યારે દેશના દરેક વ્યક્તિને પોતાના હક માટે આંદોલન કરવાનો પૂરો અધિકાર છે.