ભારત-કેનેડા વિવાદ : ભારતીય વિદ્યાર્થીઓને મળતી સ્ટડી પરમિટમાં 86%નો ઘટાડો

ભારત-કેનેડા વિવાદ : ભારતીય વિદ્યાર્થીઓને મળતી સ્ટડી પરમિટમાં 86%નો ઘટાડો

Mnf network:  ભારત-કેનેડા વચ્ચેના વિવાદ હવે પહેલા જેવા રહ્યા નથી. નિજ્જરની હત્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના નિવેદન અંગે ભારતે કેનેડા સાથેના રાજકીય સંબંધો પર કડક વલણ અપનાવ્યું હતું. બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં શિક્ષણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા જાય છે. જોકે તાજેતરના ઘટનાક્રમમાં ભારતીય વિદ્યાર્થીઓનો મોહભંગ થવાની વાત સામે આવી છે.

કેનેડા જવા માગતા ભારતીય વિદ્યાર્થીઓને જે પરમિટ મળે છે તેમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. લગભગ 86 ટકા ઓછા ભારતીય વિદ્યાર્થીઓને પરમિટ મળી છે. કેનેડા સરકારના અધિકારીએ કહ્યું કે ગત વર્ષની છેલ્લી ત્રિમાસિકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો એવું એટલા માટે થયું કેમ કે ભારતે પરમિટની પ્રક્રિયા પૂરી કરનારા કેનેડાના રાજદ્વારીઓને દેશમાંથી બહાર કાઢી મૂક્યા હતા. તેનું એક પરિણામ એ પણ હતું કે કેનેડામાં અભ્યાસ માટે અગાઉની તુલનાએ ખૂબ ઓછા વિદ્યાર્થીઓએ અરજી કરી હતી.

 ઓક્ટોબરમાં 41 કેનેડિયન રાજદ્વારીઓને ભારતથી તગેડી મૂકાયા હતા. સત્તાવાર માહિતી અનુસાર બંને દેશો વચ્ચે તંગદિલીને કારણે ગત વર્ષની ચોથી ત્રિમાસિકમાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલી પરમિટ ત્રીજી ત્રિમાસિકની તુલનાએ 86 ટકા સુધી ઘટી ગઇ હતી એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં કુલ 1,08,940 પરમિટ આપવામાં આવી હતી.