ઊંઝા : ઉનાવા - ઐઠોર વચ્ચે વર્ષો જૂના કાચા માર્ગ પર પાકો રોડ બનાવવા ઉગ્ર માંગ
ઉનાવા - ઐઠોર વચ્ચે વર્ષોથી લોકો કાચા માર્ગ માં કરે છે અવર જવર
કાચા માર્ગ માં પાકો રોડ બનાવવા ઉઠી માંગ
ચોમાસામાં આમ જનતા અને ખેડૂતો ને પડે છે ભારે મુશ્કેલી
જો પાકો રોડ બને તો ખેડૂતો ને થઈ શકે છે મોટો ફાયદો
ઐઠોર છે ગણપતિ બાપાનું યાત્રાધામ
મોર્નિંગ ન્યુઝ ફોકસ ઊંઝા : ઊંઝા તાલુકાના પવિત્ર યાત્રાધામ ઐઠોર અને ઉનાવા વચ્ચે વર્ષો જૂનો એક કાચો માર્ગ કાર્યરત છે.પરંતુ હાલમાં કાચા માર્ગને પાકો બનાવવા માટે આ વિસ્તારના લોકોની માંગ ઉઠી છે.
મળતી માહિતી મુજબ ઉનાવા અને ઐઠોર વચ્ચે વરસો જુનો એક કાચો માર્ગ છે. જે બંને ગામને જોડે છે. અહીં આસપાસ ખેડૂતો પોતાના ખેતરમાં આવવા જવા માટે તેમજ વાહન લાવવા લઈ જવા માટે આ કાચા માર્ગનો ઉપયોગ કરે છે. પરંતુ ચોમાસામાં વરસાદ પડવાને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય છે. તેથી જો આ કાચા માર્ગને પાકો બનાવવામાં આવે તો બંને ગામના ખેડૂતો ઉપરાંત લોકોને પણ સીધો ફાયદો થઈ શકે છે.