ઊંઝા : ઐઠોર ગામે જાગૃત નાગરિકની રજૂઆત રંગ લાવી, આખરે સ્પીડ બ્રેકર મૂકાયા

ઊંઝા : ઐઠોર ગામે જાગૃત નાગરિકની રજૂઆત રંગ લાવી, આખરે સ્પીડ બ્રેકર મૂકાયા

મોર્નિંગ ન્યુઝ ફોકસ (ખબરપત્રી દ્વારા) : ઊંઝા તાલુકાનું ઐઠોર ગામ એ ગણપતિ બાપા નું પવિત્ર યાત્રાધામ છે. જ્યાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. એટલું જ નહીં વિવિધ ઉત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો રહેતો હોય છે.

ત્યારે અહીં ઐઠોર બસ સ્ટેન્ડ નંબર 2 આગળ કોઈ આકસ્મિક દુર્ઘટના ન બને તે માટે સ્પીડ બ્રેકર મૂકવાની માગણી ગામના જાગૃત નાગરિક આશિષભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જેને લઈને તંત્ર દ્વારા હાલમાં અહીં સ્પીડ બ્રેકરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ઐઠોર બસ સ્ટેન્ડ-૨ ની સાથે સાથે, શ્રી ગણપતિ મંદિર સંસ્થાના પાર્કિંગ પ્લોટ આગળના રોડ પર પણ પીળા રેડિયમ પટ્ટાવાળા બમ્પ તંત્ર એ બનાવી દીધા છે તથા હાઈસ્કુલ આગળ પણ પીળા રેડિયમ પટ્ટાવાળા બમ્પ બનાવવામાં આવતા ગામ લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.