ઉત્તરાયણની ઊજવણીએ રાજયભરમાં ઈમરજન્સીના કેસોમાં વધારો કર્યો
Mnf network: ઉત્તરાયણ તહેવારની ઊજવણી પર અમદાવાદમાં ઈમરજન્સીના બનાવોમાં વધારો થયો છે. અનેક જગ્યાઓ દોરીથી ઈજાઓ થવાના સમાચાર મળી રહ્યાં છે તો ક્યાંક ધાબા પરથી પટકાવાના સમાચાર મળી રહ્યાં છે.
અનેક લોકો ઈજાગ્રસ્ત તો કેટલાકના મોત નીપજ્યાં
મળતી માહિતી અનુસાર, આ ઉત્તરાયણ પર અમદાવાદમાં ઈમરજન્સીના બનાવોમાં ખૂબ વધારો થયો છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં છે અને અનેક લોકોના એક્સિડેન્ટ થયા છે તો કેટલાક લોકોના દોરીની ઈજાથી, બાઈક પરથી પટકાવાથી, ધાબા પરથી પડી જવાથી તો અકસ્માતને મોત નીપજ્યાં છે.
ઉત્તરાયણ પર સૌથી વધુ કેસ અમદાવાદમાં
રાજ્યભરમાં ઈમરજન્સીમાં કુલ 2792 કેસ નોંધાયા છે. જેમાં દોરીથી ઈજા થવાના કુલ 66 બનાવો નોંધાયા છે. જેમાંથી અમદાવાદમાં સૌથી વધુ દોરીથી ઈજા થવાના 27 કેસ અમદાવાદ શહેરમાં જ નોંધાયા છે. આ ઉત્તરાયણમાં રોડ અકસ્માતથી એક્સિડેન્ટ થવાના કુલ 513 કેસ નોંધાય છે.
બાઈક ચાલકના ગળામાં દોરી આવી
મળતી માહિતી મુજબ, વડોદરમાં એક યુવકને ચાઈનીઝ દોરી વાગતાં મોત નીપજ્યું હતું. વડોદરામાં આવેલા વાઘોડિયા વિસ્તારમાં એક યુવાનને ચાઈનીઝ દોરી વાગી હતી. વાઘોડિયા રોડ ચાર રસ્તા પરથી પસાર થતાં બાઈક ચાલકના ગળામાં ચાઈનીઝ દોરી આવી ગઈ હતી.
બાઈક સવાર નીચે પટકાયો
વાઘોડિયા રોડથી પસાર થતાં યુવાનને ચાઈનીઝ દોરી ગળામાં ફસાઈ ગઈ હતી. જેથી બાઈક સવાર રોડ પર પટકાયો હતો. બાઈક સવારને ગંભીર ઈજાઓ થવા પામી હતી. બાઈક સવાર ચાઈનીઝ દોરી વાગતાં નીચે પટકાયો હતો.
હોસ્પિટલના તબીબે મૃત જાહેર કર્યો
જેને લઈને આસપાસથી લોકો દોડી આવ્યાં હતા અને ઘાયલ યુવાનને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબોએ તપાસ કરતાં ખબર પડી હતી કે યુવાનનો જીવ ચાલ્યો ગયો છે. જેથી હોસ્પિટલના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો.