ગુજરાત શિક્ષણ બોર્ડને મળ્યા નવા ચેરમેન : બંછાનિધિ પાનીને સોંપાયો વધારાનો ચાર્જ
શિક્ષણ બોર્ડના ચેરમેનનો ચાર્જ IAS બંછાનીધી પાનીને સોંપાયો
બંછા નિધિ પાની અગાઉ સુરત અને વડોદરામાં પાલિકા કમિશનર રહી ચૂક્યા છે
સુરતમાં તેમની પાલિકા કમિશનર તરીકેની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે
તેમણે સુરતમાં સૌથી મોટો સાયકલ ટ્રેક સૌ પ્રથમ બનાવી પર્યાવરણ પ્રત્યે જાગૃકતા લાવવાના પ્રશંસનીય પ્રયત્નો કર્યા
એ જે શાહે ચેરમેન પદેથી આપ્યું હતું રાજીનામું
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ ) : ગુજરાત શિક્ષણ બોર્ડના નવા ચેરમેનને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને નવા ચેરમેન મળ્યા છે. બંછાનિધિ પાનીને શિક્ષણ બોર્ડના નવા ચેરમેન બનાવીને વધારાનો ચાર્જ સોપાયો છે. એ જે શાહે ચાર્જ છોડયા બાદ બંછાનિધિ પાનીને બોર્ડનો ચાર્જ સોંપાયો છે.
અત્રે નોંધનીય છે કે બંછાનિધી પાની અગાઉ સુરત અને વડોદરામાં મ્યુનિસિપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. સુરતમાં મ્યુનિસિપલ કમિશનર ના કાર્યકાળ દરમિયાન તેમણે સુરત ને સોનેરી સુરત બનાવવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો હતો. એટલું જ નહીં પરંતુ સુરતમાં રાજ્યનો સૌપ્રથમ સૌથી લાંબો સાયકલ ટ્રેક બનાવીને તેમણે પર્યાવરણ પ્રત્યેની જાગૃતતા કેળવવાનો પણ સુંદર પ્રયાસ કર્યો હતો.