હેપી બર્થડે : દેશની સૌથી ઝડપી વિકસીત સ્માર્ટ, ક્લિન અને ગ્રીન સીટી સુરતના મેયર હેમાલી બેન બોઘાવાલાનો આજે જન્મ દિવસ

હેપી બર્થડે : દેશની સૌથી ઝડપી વિકસીત સ્માર્ટ, ક્લિન અને ગ્રીન સીટી સુરતના મેયર હેમાલી બેન બોઘાવાલાનો આજે જન્મ દિવસ

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : નારી સશક્તિકરણ નું જીવતું જાગતું ઉદાહરણ એટલે સુરત મહાનગર પાલિકાના મેયર શ્રીમતી હેમલતાબેન બોઘાવાલા. જેઓ રાજકીય ક્ષેત્રે અનેક સંઘર્ષ કર્યા બાદ મહાનગરપાલિકાના મેયર પદ સુધી પહોંચ્યા છે. ત્યારે આજે સુરતના આ પ્રથમ નાગરિક ગણાતા મેયર એવા હેમાલી બેન બોઘાવાલા નો જન્મદિવસ છે. સમગ્ર સુરતીઓ તરફથી મોર્નિંગ ન્યુઝ ફોકસ તેમને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે.

ભારતમાં સૌથી ઝડપથી વિકસી રહેલ એવા સ્માર્ટ, ક્લીન અને ગ્રીન સીટી સુરતના મેયર તરીકે જવાબદારી નિભાવવી એક સૌથી મોટો પડકાર છે. ત્યારે તેમની વહીવટી ક્ષમતા વિશે જણાવતા ભાજપના મહિલા કોર્પોરેટર કૈલાસબેન સોલંકી મેયર શ્રીમતી હેમાલીબેન ને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા જણાવે છે કે, તેઓ ખૂબ જ સારા વહીવટકર્તા છે.એટલું જ નહીં પરંતુ સ્વભાવે તેઓ ખૂબ જ સૌમ્ય ,શાંત અને કોમળ છે.ઉપરાંત નગરજનોની રજુઆતોને શાંતિથી સાંભળીને તરત જ નિકાલ લાવવા માટે તેઓ હંમેશા કટિબદ્ધ હોય છે.

હેમાલીબેન ને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવતા ભાજપના મહિલા મોરચાના સક્રિય નેતા લ્યુસીબેન પટેલ  જણાવે છે કે તેઓ સ્વભાવે ખૂબ જ લાગણીશીલ છે અને દરેકને સાથે લઈને ચાલવાનો તેમનો સ્વભાવ છે. તો વળી મેયરને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ભાજપના વધુ એક મહિલા સક્રિય નેતા જણાવે છે કે મેયર તરીકે તેમની નિર્ણયશક્તિ ખરેખર ખૂબ જ સારી છે. લોકોની રજૂઆત અને તેઓ શાંતિથી સાંભળે છે અને સ્વભાવે ખૂબ જ સાદગી માં માનનારા છે.સાથે સાથે તેઓ એક આદર્શ માતા તેમજ ગૃહિણી તરીકેની જવાબદારી સુપેરે નિભાવી રહ્યાં છે. ત્યારે સમગ્ર સુરતવાસીઓ તરફથી સુરતનાં પ્રથમ મહિલા નાગરીક અને મેયર એવા શ્રીમતિ હેમાલીબેન ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તેઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે.સ્વાસ્થ્ય અને સુખમય આનંદમય રહે તેવી શુભકામનાઓ.