મહેસાણા : જીત નો વિશ્વાસ વ્યક્ત કરતા હરિભાઈએ પ્રચારના શ્રી ગણેશ કર્યા : જાણો તેમના વ્યક્તિત્વની ખાસ હકીકત

મહેસાણા : જીત નો વિશ્વાસ વ્યક્ત કરતા હરિભાઈએ પ્રચારના શ્રી ગણેશ કર્યા : જાણો તેમના વ્યક્તિત્વની ખાસ હકીકત

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે પોતાના વિસ્તારમાં વિવિધ અગ્રણીઓની મુલાકાત લઇ તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે.

હરિભાઈ પટેલ ભાજપના પાયાના કાર્યકર રહ્યા છે. તેમનું સામાજિક શૈક્ષણિક અને રાજકીય ક્ષેત્રે યોગદાન રહ્યું છે. ત્યારે ભાજપ એ મહેસાણા લોકસભા સીટ પર હરિભાઈ પટેલને ટિકિટ આપતા ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસરી હતી. સૌએ હરિભાઈ પટેલ ના નામની જાહેરાતને લઈને ખુશી વ્યક્ત કરી હતી. ત્યારે હવે હરિભાઈ પટેલને જીતાડવા માટે ભાજપના કાર્યકરો પણ એક જૂટ બનીને પ્રચાર પ્રસારમાં જોડાઈ રહ્યા છે.

હરિભાઈ સ્વભાવે ખૂબ જ નમ્ર અને વિચારશીલ તેમજ દીર્ઘદ્રષ્ટા વ્યક્તિ છે. મહેસાણા લોકસભામાં આવતી વિવિધ વિધાનસભાઓના ધારાસભ્યો, ભાજપના પૂર્વ પીઢ નેતાઓ, તેમજ સામાજિક, શૈક્ષણિક અને સહકારી સંસ્નેથઆઓના અગ્રણીઓની તેઓ ક્રમશઃ મુલાકાત કરી રહ્યા છે. આ ઉપરાંત મહેસાણા વિસ્તારમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થાનોમાં જઈને પણ તેઓ આસ્થાથી માથું ટેકવીને પોતાની જીતના આશીર્વાદ મેળવી રહ્યા છે.

રાજકીય, સામાજિક અને શૈક્ષણિક કામગીરી

અધ્યક્ષ, કારોબારી સમિતિ, જિલ્લા પંચાયત મહેસાણા તરીકે સેવા આપેલ છે. (સને-૨૦૧૦)

અધ્યક્ષ, કારોબારી સમિતિ, જિલ્લા પંચાયત મહેસાણા તરીકે સેવા આપેલ છે. (સને-૨૦૨૧)

જિલ્લા પંચાયત મહેસાણાની ૧૩ કામલી સીટ ઉપરથી જિલ્લા પંચાયત સદસ્ય તરીકે સને-૨૦૦૫ માં ૬૦૦૦ મતોથી વિજય હાંસલ કરેલ હતી.

પૂર્વ ઉપપ્રમુખ, મહેસાણા જિલ્લા ભા.જ.પ. (પ્રભારી મહેસાણા તાલુકો) પૂર્વ મંત્રી, મહેસાણા જિલ્લા ભા.જ.પ. (પ્રભારી બેચરાજી તાલુકો)

પૂર્વ સદસ્ય, જિલ્લા સેકટર રીફોર્મ સમિતિ પાણી પુરવઠા.

પૂર્વ કારોબરી સદસ્ય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહેસાણા.

પૂર્વ પ્રમુખ, શ્રી ઉમિયા પાટીદાર વિકાસ ટ્રસ્ટ, સુણક.

પૂર્વ મંત્રી, યુવા ૮૪ - કડવા પાટીદાર સમાજ/સામાયિક જય ઉમિયા. પૂર્વ પ્રમુખ, ગુજરાત રાજય ઉચ્ચ કલા આચાર્ય સંઘ (ફાઈન આર્ટસ કોલેજો)

પૂર્વ ઈન્ચાર્જ મોઢેરા સીટ તથા કૈયલ જિ.પં.સીટના ઈન્ચાર્જ તરીકે કામગીરી કરેલ છે. તદુંપરાંત સામાજિક અને શૈક્ષણિક સંસ્થોઓની સેવામાં સતત કાર્યરત રહું છું.

રાજકીય સ્થિતિ

 હરિભાઈ પટેલ નાં ધર્મપત્ની દક્ષાબેન હરીભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે સેવાઓ આપેલ છે. તેઓ કામલી જિલ્લા પંચાયતની સીટ ઉપર સને-૨૦૦૧ અને ૨૦૧૦ માં બે ટર્મ માટે ચૂંટાયેલ હતા. (પક્ષના આદેશ પ્રમાણે અગાઉ નકકી થયા મુજબ મુદત પુરી થતાં બીજી બહેનને પ્રમુખપદની તક આપવા રાજીનામું આપી તે વખતે વચન પાલન કરેલ છે.)

હરિભાઈ સમાજ ક્ષેત્રે ૮૪ - કડવા પાટીદાર સમાજમાં યુવા પાંખના મહામંત્રી તરીકે, જય ઉમિયામાં સહમંત્રી તરીકે, બેટી બચાવો, આરોગ્ય સેવાઓ, સમાજના સમુહલગ્ન, કન્યા કેળવણી તથા કૃષિ અભિયાનો તથા ગામમાં તમામ સમાજના જરૂરીયાતમંદ વૃધ્ધો માટે ભોજનાલય પ્રવૃત્તિઓમાં કાયમી પ્રવૃત્ત રહેલ છે.

સંગઠનની કામગીરીમાં પણ જિલ્લા ભા.જ.પ. પૂર્વમંત્રી અને પૂર્વ પ્રભારી બહુચરાજી તાલુકો તથા પૂર્વ અધ્યક્ષ કારોબારી સમિતિ, જિલ્લા પંચાયત મહેસાણા તથા પૂર્વ ઉપપ્રમુખ, મહેસાણા જિલ્લા ભા.જ.પ. અને પૂર્વ પ્રભારી મહેસાણા તાલુકાના તથા મોઢેરા જિલ્લા સીટના પૂર્વ ઈન્ચાર્જ પદે તથા કૈયલ જિલ્લા પંચાયત સીટના ઈન્ચાર્જ પદે રહી ઉપરોકત વિકાસલક્ષી કામગીરીને વેગ આપવામાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી હતી.

જિલ્લા પંચાયતની સને-૨૦૧૫ ની ચૂંટણીમાં અનામતના લીધે પાટીદારોના વિસ્તારમાં તે વખતના મુશ્કેલીભર્યા વાતાવરણમાં મારા ગામની જિલ્લા સીટ બદલાયેલ હોવા છતાં તે નવો વિસ્તારમાં હોઈ કોઈ ઉમેદવાર ઉમેદવારી માટે તૈયાર ન હતા પણ પાર્ટીના આદેશ પ્રમાણે જીત ન દેખાતી હતી, તે જાણવા છતાં પણ મેં હિંમતપૂર્વક ઉમેદવારી કરી બહોળો પ્રચાર કરી પક્ષના આદેશને માન આપી ૪૧ - ઉનાવા જિલ્લા પંચાયત સીટમાં ચૂંટણી લડી સન્માનજનક વોટ મેળવી હાર સ્વીકારી પાર્ટીના અદના કાર્યકર્તાની ભૂમિકા નિભાવેલ હતી.

મહેસાણા જિલ્લા પંચાયતની ૪૧ - ઉનાવા જિલ્લા સીટ ઉપર વિજય મેળવી અધ્યક્ષ જિલ્લા પંચાયત કારોબારી સમિતિ, જિલ્લા પંચાયત મહેસાણા ખાતે ફરજ બજાવી હતી.