મહેસાણામાં પાટીલે પાટીદારોનું પત્તુ કાપ્યું : ઊંઝા MLA ના નવીન કાર્યાલયની ઉદ્ઘાટન પત્રિકા માંથી ભાજપ જિલ્લા પ્રમુખનું નામ ગાયબ !
મોર્નિંગ ન્યુઝ ફોકસ (સુના સો ચુના & દિખા સો લિખા ) : થોડા દિવસ પહેલા મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલનું રાજીનામું મંજૂર કરાયા બાદ ગણતરીના સમયમાં જ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા મહેસાણા જિલ્લાના નવા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહેસાણા જિલ્લાના ઇતિહાસમાં પહેલી વખત બિન પાટીદાર વ્યક્તિને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. જે જિલ્લામાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે.
અત્રે નોંધનીય છે કે મહેસાણા જિલ્લો એ પાટીદાર પ્રભુત્વ ધરાવતો જિલ્લો છે. અહીં વર્ષોથી ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે પાટીદાર પર પસંદગી ઉતારવામાં આવી છે. પરંતુ તાજેતરમાં સી.આર.પાટીલ દ્વારા મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે બિન પાટીદાર વ્યક્તિને નિયુક્ત કરાયા છે.. તો બીજી બાજુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ ઊંઝાના ધારાસભ્ય ના નવીન કાર્યાલયના ઉદઘાટનની આમંત્રણ પત્રિકામાંથી મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ના નામની બાદબાકી થતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ આજ દિન સુધીના જિલ્લા પ્રમુખોના નામની યાદી
આજદિન સુધી મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખશ્રીઓની યાદી .
1. શ્રી ભગુભાઈ પટેલ કડી
2. શ્રી મંગળદાસ પટેલ માણસા
3. શ્રી નારાયણભાઈ પટેલ ઊંઝા
4. શ્રી નીતિનભાઈ પટેલ . કડી
5. શ્રી જશુભાઈ પટેલ . વિસનગર ( કાંસા )
6. શ્રી અંબાલાલભાઈ પટેલ નાગલપુર , મહેસાણા
7. શ્રી કેશુભાઈ પટેલ સુંઢિયા
8. શ્રી ઋષિકેશભાઈ પટેલ . વિસનગર
9. શ્રી નીતિનભાઈ પટેલ . ખરોડ વિજાપુર
10. શ્રી જશુભાઈ પટેલ . ઉમતા વિસનગર
11. શ્રી ગીરીશભાઈ રાજગોર મહેસાણા શહેર. નવનિયુક્ત જિલ્લા પ્રમુખશ્રી