ઊંઝાના કહોડા ગામે કલેકટરની અધ્યક્ષતામાં ' રાત્રી મુકામ કાર્યક્રમ' યોજાયો

ઊંઝાના કહોડા ગામે કલેકટરની અધ્યક્ષતામાં ' રાત્રી મુકામ કાર્યક્રમ' યોજાયો

મોર્નિંગ ન્યુઝ ફોકસ કહોડા : ઊંઝા તાલુકાના કહોડા ગામે ' રાત્રી મુકામ કાર્યક્રમ ' જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ગામ લોકોએ હાજરી આપી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કહોડા ખાતે" રાત્રી મુકામ કાર્યક્રમ "અંતર્ગત જિલ્લા કલેકટર ડો. એમ. નાગરાજન ની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. ઓમ પ્રકાશ, પોલીસ અધિકારી તેમજ જિલ્લા અને તાલુકાના વિવિધ કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં ગામના વિકાસના પ્રશ્નોની ગેટ ટુ ગેધરીંગ ચર્ચા થઈ હતી.

જો કે સ્થળ ઉપર જ પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં પ્રયત્નો થયા અને બાકીના પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં ખાતરી આપવામાં આવી હટીમ આ કાર્યક્રમમાં  ગામના સર્વે વડીલો, યુવાનો, બહેનોએ વિશાળ સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.