સુશાસન / ઊંઝા APMC નિરાધાર નો આધાર બની : આ યોજનામાં કરોડો ની કરી સહાય

સુશાસન / ઊંઝા APMC નિરાધાર નો આધાર બની :  આ યોજનામાં કરોડો ની કરી સહાય

ઊંઝા એપીએમસીમાં છેલ્લા 5 વર્ષમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિના સ્વજનોને અંદાજીત 1.98 કરોડ જેટલી સહાય ચૂકવાઈ

2019 માં દિનેશભાઈ પટેલે સંભાળ્યું હતું ચેરમેન પદ

2019 પહેલા એપીએમસી એ સમગ્ર તાલુકાનો વીમો ઉતરાવ્યો હતો

જેમાં મસ મોટા પ્રીમિયમ સામે વીમા પોલિસી સહાય ચૂકવવામાં કરતી હતી આડોડાઈ

2019 પહેલા સહાય થી વંચિત 62 જેટલા લાભાર્થીઓ માટે કોર્ટનો હુકમ મેળવી ને વ્યાજ સહિત આશરે 1.50 કરોડ જેટલી સહાય ચૂકવાઈ

એપીએમસી માટે આર્થિક ભારણ બનેલ વીમા પોલિસી બંધ કરી દિનેશભાઈ પટેલે સીધી સહાય ચૂકવવાનો લીધો હતો નિર્ણય.

હાલમાં APMC દ્વારા અકસ્માત જેવા કિસ્સામાં આકસ્મિક મૃત્યુ થાય તો સીધી ખેડૂત ખાતેદાર ને 2 લાખ અને અન્ય ને 1 લાખ સહાય કરવામાં આવે છે

મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ) : ઊંઝા એપીએમસીએ સમગ્ર એશિયાની સૌથી મોટી એપીએમસી છે. ઊંઝા એપીએમસી દ્વારા અનેક સમાજ ઉપયોગી સેવા કાર્યો પણ કરવામાં આવે છે. જેમાં ઊંઝા તાલુકામાં વસવાટ કરનાર કોઈપણ વ્યક્તિનું જો આકસ્મિક સંજોગોમાં મૃત્યુ થાય તો ઊંઝા એપીએમસી દ્વારા તેના વારસદારને વળતર પેટે એક લાખ રૂપિયા ની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય એક માત્ર ઊંઝા એપીએમસી દ્વારા જ ચૂકવવામાં આવતી હોવાનું માનવામાં આવે છે.

ઊંઝા એપીએમસી માં જ્યારથી દિનેશભાઈ પટેલે ચેરમેન પદનું નેતૃત્વ સંભાળ્યું ત્યારથી એપીએમસીની પ્રતિષ્ઠામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાંથી અનેક અધિકારીઓ અને પદાધિકારીઓએ ઊંઝા એપીએમસી ની મુલાકાત લઈને તેને કાર્યપદ્ધતિ નિહાળી છે. ત્યારે દિનેશભાઈ ના નેતૃત્વમાં 2019 થી લઈને 2024 સુધીમાં અત્યાર સુધી અકસ્માતમાં આકસ્મિક મૃત્યુ પામનાર 145 જેટલા લોકોના સ્વજનો ને આશરે 1.98 કરોડ જેટલી રકમ સહાય પેટે ચૂકવવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે 2019 પહેલાં ના પદાધિકારીઓ દ્વારા સમગ્ર ઊંઝા તાલુકાનો વીમો ઉતરાવવામાં આવ્યો હતો. જેમાં મસ મોટું પ્રીમિયમ ચૂકવવામાં આવતું હતું સામે આકસ્મિક અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદાર ને વીમા પોલિસી સમય પ્રમાણે સહાય ચૂકવતી હતી નહીં. 2019 પહેલા 75 જેટલા લાભાર્થીઓ આ સહાયથી વંચિત રહ્યા હતા.

ત્યારે દિનેશભાઈ પટેલે ચેરમેન પદ સંભાળ્યા બાદ સહાયથી વંચિત રહેલ 75 લાભાર્થીઓ માટે લડત લડી કોર્ટમાંથી હુકમ મેળવીને 62 જેટલા લાભાર્થીઓને વ્યાજ સહિત અંદાજે 1.50 કરોડ રૂપિયા જેટલી સહાય ચૂકવવામાં મદદ કરી હતી.