ઊંઝા : ભાજપના નેતાઓની નિષ્ક્રિયતા વચ્ચે પૂર્વ કોર્પોરેટર બન્યા જન નાયક : જનહિત માટે કર્યું મોટું કામ
ઊંઝા સ્ટેટ હાઇવે અકસ્માતને રોકવા સ્પીડ બ્રેકર બનાવવા કરાઈ રજૂઆત
ઊંઝા પાલિકાના પુર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ દ્વારા કરાઈ રજૂઆત
ઊંઝામાં જ્યારે જવાબદાર નેતાઓ ભાજપના સદસ્યો બનાવવામાં વ્યસ્ત તો બીજી બાજુ ઊંઝા પાલિકાના પુર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ જન સલામતીના પ્રશ્નો ઉઠાવી બન્યા જન નાયક નેતા...
ઊંઝા સ્ટેટ હાઇવે પર વારંવાર બનતા અકસ્માતોને રોકવા ઊંઝા નગરપાલિકાના પુર્વ કોર્પોરેટર ભાવેશ પટેલ દ્વારા કાર્યપાલક ઈજનેરશ્રી,માર્ગ અને મકાન વિભાગ,(સ્ટેટ) મહેસાણા ,આર.એન.બી ગુજરાત સ્ટેટ, કલેકટર ,ધારાસભ્ય ,એમ પી મહેસાણા સહિત ઉચ્ચ કક્ષાએ કરી રજૂઆત
મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ઊંઝા શ્રી ઉમિયા માતાજીનું યાત્રિક ધામ અને વિશ્વ વિખ્યાત એશિયાની સૌથી મોટી APMC સ્થાપિત છે, જેના કારણે સેંકડો યાત્રિકો ઊંઝાની મુલાકાતે આવે છે, ત્યારે રિલાયન્સ પેટ્રોલ પંપ અને રોડેશ્વર મહાદેવ રોડ પર અનેક ગંભીર અકસ્માતો બન્યા છે, જેમાં કેટલાક યાત્રિકો એ જીવ ગુમાવ્યો છે.
ઊંઝા સ્ટેટ હાઇવે રિલાયન્સ પેટ્રોલ પંપ સામેથી પસાર થતો સ્ટેટ હાઇવે રોડ અને ઊંઝા શહેરને જોડતો ઓવર બ્રિજ બન્ને પરસ્પર રોડ હોવાથી પૂર ઝડપે ભારે વાહનો પસાર થવાથી રિલાયન્સ પંપ સામેના સર્કલ પર અકસ્માત નિવડે છે.
તેમજ મકતુપુર તરફ રોડેશ્વર મહાદેવ રોડ અને ઊંઝા શહેરને જોડતો સર્કિટ હાઉસ રોડ બન્ને પરસ્પર રોડ હોવાથી પૂર ઝડપે ભારે વાહનો પસાર થવાથી રોડેશ્વર મહાદેવ રોડ પર અનેકો ગંભીર અકસ્માત બન્યા છે જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે.
ઊંઝાના નગરજનો અને યાત્રિકોના જીવ સલામતિના વ્યાપક હિતમાં તાત્કાલિક ધોરણે ઊંઝા સ્ટેટ હાઇવે રિલાયન્સ પેટ્રોલ પંપ અને રોડેશ્વર મહાદેવ રોડ પર સ્પીડ બ્રેકર (બમ્પ) બનાવવા પૂર્વ નગર સેવક ભાવેશ પટેલ દ્વારા રજૂઆત કરાઈ છે.