માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો: સુરતમાં 7 વર્ષનું બાળક સિક્કો ગળી જતાં મચી દોડધામ

માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો: સુરતમાં 7 વર્ષનું બાળક સિક્કો ગળી જતાં મચી દોડધામ

MNF News Network: સુરતના વરાછા વિસ્તારમાં સાત વર્ષનું બાળક બે રૂપિયાનો સિક્કો ગળી જતા માતા પિતા દોડતા થઈ ગયા હતા.

નાના વરાછા વિસ્તારમાં આવેલ અંબિકા નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી સંજયભાઈ શાહુ પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે. સંજયભાઈ લોન્ડ્રીના કામકાજ સાથે સંકળાયેલા છે. જ્યારે તેમની પત્ની હાઉસવાઈફ છે. તેમજ તેમનો સાધુ છે દીકરો દેવાંશ ધોરણ એકમાં અભ્યાસ કરી રહ્યો છે. તેની એક મોટી બહેન પણ છે. દેવાંશ બે દિવસ પહેલા ઘરમાં રમતા રમતા બે રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો.

 બાળકને અચાનક ઉલટી થવા લાગી હતી. બાળકને માતા પિતા ખાનગી હોસ્પિટલમાં સરવાળા માટે લઈ ગયા હતા. તે દરમિયાન એક્સરે કરાવતા છાતીમાં સિક્કો ફસાયો હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે માતા પિતા બાળકને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા .

સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને દેવાંશને તાત્કાલિક ધોરણે દાખલ કરી દીધો હતો. હાલમાં બાળકોની ઓપીડીમાં સારવાર કરવામાં આવી રહી છે તેમ જ તબીબો દ્વારા બાળકની છાતીમાંથી બે રૂપિયા નો સિક્કો બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.