ઊંઝા : સાંસદ હરિભાઈ પટેલની ' ભાજપ સદસ્યતા અભિયાન 'અંતર્ગત ' જગન્નાથપુરા ગામે ચાય પે ચર્ચા

ઊંઝા : સાંસદ હરિભાઈ પટેલની ' ભાજપ સદસ્યતા અભિયાન 'અંતર્ગત ' જગન્નાથપુરા ગામે ચાય પે ચર્ચા

મોર્નિંગ ન્યુઝ ફોકસ, ઊંઝા : ભારતીય જનતા પાર્ટી દ્વારા હાલમાં સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે ભાજપના નેતાઓ દ્વારા સદસ્યતા અભિયાનને વેગ આપવા માટે પોતાના વિસ્તારોમાં જઈને લોકોનો સીધો સંપર્ક કરવામાં આવી રહ્યો છે જેના ભાગ સ્વરૂપે મહેસાણાના સૌથી સક્રિય સાંસદ એવા હરિભાઈ પટેલે તાજેતરમાં ઊંઝા તાલુકાના જગન્નાથપુરા ગામની મુલાકાત લીધી હતી. 

સાંસદ હરિભાઈ પટેલે જગન્નાથપુરા ગ્રામજનો સાથે એક બેઠક કરી હતી અને ગ્રામજનોના પ્રશ્નો અને સરકારની કામગીરી વિશેની માહિતી મેળવી હતી. ત્યારે લોકો તરફથી મળેલા હકારાત્મક પ્રતિસાદને લઈને હરિભાઈ પટેલ ને સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે ગ્રામજનોને આહવાહન કર્યું હતું. હરિભાઈ પટેલે ગામના સૌથી જુના અને સ્વયંભૂ પ્રગટ થયેલ ગુરુ મહારાજના મંદિરના દર્શન કરી રામજી મંદિરમાં ગ્રામજનો સાથે બેઠક કરી હતી.