સુરત : સેન્ટ્રલ એસ ટી ડેપોમાં સ્વચ્છતા રેલી નું આયોજન કરાયું

સુરત : સેન્ટ્રલ એસ ટી ડેપોમાં સ્વચ્છતા રેલી નું આયોજન કરાયું

સુરત સેન્ટ્રલ એસ. ટી બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા રેલી

સુરત સેન્ટ્રલ એસ. ટી બસ સ્ટેન્ડમાં આજરોજ " સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ " " સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા " કેમ્પેઈન હેઠળ સ્કૂલ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ ખાતેના ડેપો મેનેજર બી.ટી પટેલ , સ્ટેન્ડ ઇન્ચાર્જ ઝેડ.એમ.શેખ, રાજુભાઇ ચૌધરી તેમજ અન્ય સ્ટાફગણ આ સ્વચ્છતા રેલી માં જોડાયો હતો.