સુરત : અક્ષય કુમારે પોલીસ કમિશ્નર અને કલેકટર વિશે એવું તે શું કહ્યું કે તાળીઓનો ગડગડાટ થવા લાગ્યો

સુરત : અક્ષય કુમારે પોલીસ કમિશ્નર અને કલેકટર વિશે એવું તે શું કહ્યું કે તાળીઓનો ગડગડાટ થવા લાગ્યો

મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : વીર નર્મદ યુનિવર્સિટી ખાતે 15મી અક્ષય કુમાર કુડો ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં વિજેતા થયેલા ખેલાડીઓના ઈનામ વિતરણ સમારોહમાં બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, એક્ટ્રેસ દિશા પટની, સુરત પોલીસ કમિશનર અજય તોમર તેમજ કલેકટર આયુષ ઓક હાજર રહ્યા હતા અને તમામ વિજેતાઓને સર્ટિફેકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે અક્ષય કુમાર કહ્યું હતું કે, હું ઇચ્છું છું કે, આવી ટૂર્નામેન્ટ વધુમાં વધુ થાય જેથી ખેલાડીઓને પોતાનું ટેલેન્ટ બતાવવાનો મોકો મળે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હું અહીં આવેલા દરેક ખેલાડી અને ખાસ કરીને એમના માતા- પિતાનો આભાર માનું છું. કેમ કે, આ તમામ ખેલાડીઓ એમના માતા-પિતાના સપોર્ટથી અહીં સુધી પહોંચ્યા છે. હું મારો જ દાખલો આપું તો ભણવામાં સારો ન હતો. પરંતુ ખેલકૂદમાં ઇન્ટરેસ્ટ હોવાથી માતા-પિતાનો સપોર્ટ મળ્યો હતો. દરેક ખેલાડીએ પોતાની જાત પર ભરોસો રાખવો જોઇએ. કોન્સટન્ટ મહેનત કરતા રહો. દુનિયા જે કહે કહેવા દો. અહીં આટલા બધા ખેલાડીઓને જોઈ મને ખૂબ આનંદ થયો છે. હું પોતાની જાતને કોઈ મોટો એક્ટર નથી માનતો. આજે જે પણ છું તે માર્શલ આર્ટના કારણે જ છું.

કાર્યક્રમમાં ઉપસ્થિત પોલીસ કમિશનર અજય તોમર અને કલેક્ટર આયુષ ઓક વિશે અભિનેતા અક્ષય કુમાર પોતાની એક્ટર તરીકેની કારકિર્દી ના અનુસંધાનમાં જણાવ્યું હતું કે અમે તો માત્ર Reel હીરો છીએ પરંતુ અહીંયા બેસેલ પોલીસ કમિશનર અને કલેક્ટર એ ખરેખર આપણા Real હીરો  છે. આમ અક્ષય કુમારે કરેલી પ્રશંસાના શબ્દો સાંભળીને સૌ કોઈએ તાળીઓનો ગડગડાટ કર્યો હતો.