News Impact : .....અને સુરત નું પાલિકા તંત્ર દોડતું થયું, જાણો કારણ
મોર્નિંગ ન્યુઝ ફોકસ (જશવંત પટેલ) : સુરતના વિવિધ વિસ્તારમાં રહેલી અનેક સમસ્યાઓને આંધળા અને બહેરા શાસકો સુધી પહોંચાડવા માટે ' સુરતની બદસૂરત તસ્વીર ' કેમ્પઈન અંતર્ગત વાચા આપવાની શરૂઆત કરાઈ છે. ત્યારે સુરતના ઘોડદોડ રોડ પર રંગીલા પાર્ક વિસ્તારની સ્ટ્રીટ લાઇટો બંધ હોવાનો અહેવાલ ગઈકાલે 23 ડિસેમ્બર 2022 ને શુક્રવારના રોજ મોર્નિંગ ન્યુઝ ફોકસ ની વેબસાઈટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા સ્ટ્રીટ લાઈટો બંધ હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કરાતા ની સાથે જ સુરતનું પાલિકા તંત્ર દોડતું થયું હતું. ગઈકાલ સુધી જે સ્ટ્રીટ લાઈટો બંધ અવસ્થામાં હતી એ તમામ સ્ટ્રીટ લાઈટોને પાલિકા તંત્ર દ્વારા કાર્યરત કરવામાં આવી હતી.જો કે મોર્નિંગ ન્યુઝ ફોકસ દ્વારા ગઈકાલે સાંજે આ વિસ્તારનું રિયાલિટી ચેકિંગ કરવામાં આવતા સંપૂર્ણ સ્ટ્રીટ લાઈટો કાર્યરત અવસ્થામાં જોવા મળી હતી. અર્થાત પાલિકાનું નઠોર તંત્ર રહી રહીને આળસ ખંખેરી કામે લાગ્યું હતું.
------------------------
વાચક મિત્રો આ અમે ' સુરતની બદસૂરત તસવીર ' કોલમ અંતર્ગત આપના વિસ્તારમાં જે કોઈ સમસ્યાઓ હોય તેને મીડિયાના માધ્યમથી ઉજાગર કરીશું તો આપ આપના વિસ્તારની સમસ્યાઓને વિસ્તારનું નામ, ફોટો તેમજ ટૂંકમાં વર્ણન સાથે નીચેના નંબર પર whatsapp કરી શકો છો...8905477233
મોર્નિંગ ન્યુઝ ફોકસ ના આ કેમ્પેઇનને વાચકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે