એસબીઆઇ એ ગ્રાહકોને આપી મોટી ભેટ
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના લાખો ગ્રાહકોને મોટી ભેટ આપી છે. SBIની આ જાહેરાતથી તેમના ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટમાં વધુ સરળતા મળશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ RBIના ઈ-રૂપી પર યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ ઈન્ટરઓપરેબિલિટીની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી
SBI કહે છે કે આ સુવિધાથી ગ્રાહકો સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે.તેની erupi એપ દ્વારા SBI લોકોને વ્યવહારો માટે કોઈપણ વેપારીનો UPI QR કોડ સરળતાથી સ્કેન કરવામાં સક્ષમ બનાવશે.
એસબીઆઈ આરબીઆઈના રિટેલ ડિજિટલ ઈ-રૂપી સ્વીકારનારી બેંકોમાં પહેલાથી જ છે. યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) એ ભારતની મોબાઇલ આધારિત ઝડપી ચુકવણી સિસ્ટમ છે. તે લોકોને વર્ચ્યુઅલ પેમેન્ટ એડ્રેસ (VPA) નો ઉપયોગ કરીને ચોવીસ કલાક ચૂકવણી કરવાની સુવિધા પૂરી પાડે છે.