ભારત બાદ ઓસ્ટ્રેલિયા જશે હવે ચંદ્ર પર
ચંદ્રયાનની સફળતા બાદ હવે વિશ્વના વિવિધ દેશોએ મિશન મૂન પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતના ઉદાહરણને અનુસરીને ઓસ્ટ્રેલિયા પણ તેનું પ્રથમ રોવર ચંદ્ર પર મોકલવા જઈ રહ્યું છે. જોકે આ રોવરનું હજુ સુધી કોઈ નામ આપવામાં આવ્યું નથી
ઓસ્ટ્રેલિયન એજન્સી અનુસાર, તેનું રોવર ચંદ્ર પર માટી એકત્ર કરશે, જેને રેગોલિથ તરીકે ઓળખવામાં આવે છે. માટી મેળવ્યા પછી નાસા તે નમૂનામાંથી ઓક્સિજન કાઢવાનો પ્રયાસ કરશે. જો નાસા આમાં સફળ થાય છે, તો તે ચંદ્ર પર લાંબા ગાળાની માનવ હાજરી માટે ફાયદાકારક સાબિત થશે.
આ ઓક્સિજનનો ઉપયોગ ચંદ્ર અથવા મંગળના વધુ સંશોધન માટે રોકેટ ઇંધણ બનાવવા માટે પણ થઈ શકે છે.