દરિયાની વચ્ચે માત્ર બે થાંભલા પર ઊભેલો દેશ જેને પોતાની ફૂટબૉલ ટીમ પણ છે
Mnf net work : આ કિલ્લો બ્રિટનની સીમાથી થોડે દૂર આવેલો છે. તે હથિયારોથી પણ સુસજ્જિત છે.
યુદ્ધ દરમિયાન 300 રૉયલ નેવીના સૈનિકો અહીં રહેતા હતા. 1956માં નેવીએ આ સ્થાન સંપૂર્ણપણે ખાલી કરી દીધું હતું અને અને આ કિલ્લો જાણે કે ખાલી જગ્યા બની ગયો.
1966 સુધી આ પરિસ્થિતિ એમ જ રહી. ત્યારપછી બ્રિટિશ આર્મીના એક નિવૃત્ત મેજર અહીં આવ્યા અને તેમણે અહીં દેશની સ્થાપના કરી.
દરિયાકિનારાથી આ કિલ્લો 12 કિલોમિટર દૂર આવેલો છે અને નાની બોટમાં બેસીને ત્યાં જઈ શકાય છે. તેનો દેખાવ જરાય વિશેષ નથી. એ એક કન્ટેનર જેવું બિલ્ડિંગ છે જે બે થાંભલા પર ઊભું છે.
તમે અહીં પહોંચો તે પછી ઉપર ચડવા માટે તમારે ત્યાં રહેલી ક્રેનનો સહારો લેવો પડે છે. ઉપર ચડતી વખતે આજુબાજુ રહેલા દરિયાના મોજાઓ અને પવન તમને ડરાવે છે.
તેની સાથે ઘણી કહાણીઓ સંકળાયેલી છે. હૅલિકૉપ્ટર રેડ, ગેંગસ્ટરો જેવી અનેક કહાણીઓ છે.
બ્રિટિશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા દસ્તાવેજો અનુસાર આ કિલ્લાને 'ઇંગ્લૅન્ડના પૂર્વીય કિનારા પર આવેલું ક્યુબા' કહેવાય છે
અહીં બ્રિટનના નાક નીચે એક સ્વતંત્ર સરકાર ચાલે છે એવી જાહેરાત કરવામાં આવી.
સીલૅન્ડના પ્રિન્સ સાથે ફોન પર વાત કરતા જણાયું કે તેમની પાસે તો આવી રસપ્રદ કહાણીઓનો ખજાનો છે.
તેમાંની કેટલીક બાબતો તેમણે 'હૉલ્ડિંગ ધી ફૉર્ટ' નામે એક પુસ્તકમાં પણ લખી છે. પણ સીલૅન્ડ વિશે પ્રગટ ન થયેલી કેટલીક એવી કથાઓ તેઓ મને કહેવા ઇચ્છતા હતા જેની વિશ્વને ખબર નથી..