રીલાયન્સ જીયો હવે ગ્લોબલ બનશે: શ્રીલંકામાં સેવાની તૈયારી.. ચીનને આંચકો

રીલાયન્સ જીયો હવે ગ્લોબલ બનશે: શ્રીલંકામાં સેવાની તૈયારી.. ચીનને આંચકો

Mnf network :  ભારત અને માલદીવ વચ્ચે ચાલતા તનાવમાં ચીનની પણ મોટી ભૂમિકા હોવાનું નિશ્ચિત છે અને તેથીજ માલદીવમાં ભારતની સેનાને પરત ચાલ્યા જવા માલદીવ સરકારે નિર્ણય લીધો છે તે વચ્ચે શ્રીલંકાની સરકારી મોબાઈલ સેવા કંપનીમાં હીસ્સેદારી ખરીદવાની ચીનની ચાલને ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ઉંધી વાળીને રીલાયન્સ જીયોએ શ્રીલંકાની સરકારી મોબાઈલ સેવા કંપની પીએસસીમાં હિસ્સો ખરીદવાની તૈયારી દર્શાવી છે

તેનાથી ભારતથી શ્રીલંકા જતા ટુરીસ્ટ-વ્યવસ્થા સહિતના વર્ગને પણ સસ્તી મોબાઈલ સેવા પુરી પાડવા જીયોએ તૈયારી દર્શાવી છે. રીલાયન્સ જીયોએ હવે સીધી બીડમાં ઝંપલાવવા નિર્ણય લીધા છે જેના કારણે તે ચીન સાથે સીધી સ્પર્ધામાં આવશે અને જો આ બીડ સ્વીકારાય તો ભારત બહાર સેવા આપનાર તે પ્રથમ ભારતીય ટેલીકોમ કંપની પણ બની જશે અને વિશ્વના અન્ય દેશો સુધી પહોંચવામાં પણ જીયોને મદદ મળશે.