લ્યો બોલો ! દુનિયામાં આ બે દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતાં એક પણ મસ્જિદ નથી, જાણો કારણ
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : જે ધર્મની પ્રજા જ્યાં રહેતી હોય ત્યાં તેના ધર્મ સ્થળ હોય એ સ્વાભાવિક છે પરંતુ મીડિયા અહેવાલ મુજબ,દુનિયાના બે દેશો એવા છે જ્યાં મુસ્લિમ વસ્તી હોવા છતાં મસ્જિદ નથી. એક છે સ્લોવાકીયા યુરોપીય યુનિયનનો એક સદસ્ય દેશ છે.સ્લોવાકીયામાં નોઇસ પોલ્યુશન માટે એક કડક કાયદો બનાવવામાં આવ્યો છે જેમાં સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી કોઇ પણ પ્રકારના ખરાબ વ્યવહાર કે મોટા અવાજમાં વાત કરવાથી દંડ ફટકારવામાં આવે છે.
આ દેશમાં મસ્જીદ બનાવવાને લઇને વિવાદ થતો રહે છે. વર્ષ 2000માં સ્લોવાકીયાની રાજધાનીમાં ઇસ્લામિક સેન્ટર બનાવવાને લઇને પણ વિવાદ થયો હતો. બ્રાતિસિઓવાના મેયરે સ્લોવાક ઇસ્લામિક વક્ફ ફાઉન્ડેશનના દરેક પ્રસ્તાવને રદ્દ કરી દીધો હતો. 30 નવેમ્બર 2016ના રોજ સ્લોવાકીયાએ એક કાયદો પસાર કર્યો હતો અને ઇસ્લામને અધિકારીક ધર્મનો દરજ્જો આપવા પર રોક લગાવી દેવામાં આવી હતી. આ દેશ ઇસ્લામને ધર્મના રુપમાં સ્વીકાર જ કરતો નથી. યુરોપીય દેશમાં એક માત્ર સ્લોવાકીયા એવો દેશ છે જ્યાં આજ સુધી કોઇ મસ્જીદ નથી બની.
બીજો દેશ છે એસ્ટોનિયા. જેમાં મુસ્લિમ લોકો ખુબ ઓછા છે. વર્ષ 2011ની જનગણના પ્રમાણે ત્યાં માત્ર 1508 મુસ્લિક રહેતા હતા. જો આખી આબાદીનો 0.14 ટકા હિસ્સો હતો. આટલા વર્ષોમાં વધીને પણ તેમની સંખ્યા ઓછી હશે. મોટાભાગના મુસ્લિમ નમાઝ માટે અહી કોઇ કોમન ફ્લેટમાં એકઠા થાય છે.