ભારત બનાવશે સ્પેસ સ્ટેશન: ચંદ્ર પર મોકલશે માણસો, ઈસરો ચીફે તારીખ બતાવી દીધી
Mnf network: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથે ગુરુવારે અહીં કહ્યું કે, ભારત પોતાની હાલની ક્ષમતાઓનો ઉપયોગ કરતા 2028 સુધીમાં પ્રથમ ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવા માગશે. તેઓ 10માં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનના સંદર્ભમાં આયોજીત સંગોષ્ઠીને સંબોધન કરી રહ્યા હતા.
તેમણે કહ્યું કે, આપણે અત્યારની પ્રક્ષેપણ ક્ષમતાઓનો ઉપયોગ કરતા 2028 સુધીમાં પહેલું ભારતીય અંતરિક્ષ સ્ટેશન સ્થાપિત કરવા માગીશું. ઈસરો પ્રમુખે કહ્યું કે, તેની સ્થાપના બાદ ઈસરોએ એવી કંપનીઓ અને સંસ્થાઓની શોધ કરી છે, જે ભારતીય અંતરિક્ષ સ્ટેશનનો ઉપયોગ કરી શકશે અને તેના માધ્યમથી આર્થિક ગતિવિધિઓ કરી શકશે.
સોમનાથે કહ્યું કે, તેમનું માનવું છે કે, આ શક્ય છે. સોમનાથે કહ્યું કે, ચંદ્ર પર માનવ પહોંચવાનો પણ આર્થિક પ્રભાવ પડશે કેમ કે ભવિષ્યમાં ફક્ત પૃથ્વીની આસપાસ જ રણનીતિક ગતિવિધિઓ નહીં થાય. તેમણે કહ્યું કે, ઉદ્યોગોને પૃથ્વી પર અનેક કામ માટે આગામી 5થી 10 વર્ષમાં સૈકડો અંતરિક્ષ યાન બનાવવા પડશે. અંતરિક્ષ કાર્યક્રમ માટે ભારતના મહત્વકાંક્ષી દ્રષ્ટિકોણને રજૂ કરતા ઈસરોના પ્રમુખ સોમનાથે કહ્યું કે, 2040 સુધી ચંદ્ર પર ભારતની હાજરી હશે.