'ભારત તમારી સાથે છે', જાપાનમાં ભૂકંપ બાદ PM મોદીએ લખ્યો પત્ર
પીએમ મોદીએ જાપાનના પીએમને લખ્યો પત્ર
ભૂકંપ વિશે જાણીને હું ખૂબ જ દુઃખી અને ચિંતિત છું : PM મોદી
pm મોદીએ જાપાનને મદદ માટે બતાવી તૈયારી
Mnf network: PM નરેન્દ્ર મોદીએ 04 જાન્યુઆરી, 2024ના રોજ જાપાનમાં આવેલા પ્રચંડ ભૂકંપને કારણે જાનમાલના નુકસાન અંગે શોક વ્યક્ત કર્યો છે. પીએમએ જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાને પત્ર લખ્યો હતો. પત્રમાં જણાવ્યું કે જાન્યુઆરી 2024માં જાપાનમાં આવેલા પ્રચંડ ભૂકંપ વિશે જાણીને હું ખૂબ જ દુઃખી અને ચિંતિત છું.'
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે હું મૃત્યુ પામેલા લોકોના શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. અમે આપત્તિથી પ્રભાવિત જાપાન અને તેના લોકો સાથે એકતામાં ઊભા છીએ. એક વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદાર તરીકે, ભારત જાપાન સાથેના તેના સંબંધોને મહત્ત્વ આપે છે અને આ સમયે તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે તૈયાર છે.
4 જાન્યુઆરીએ આવ્યો હતો ભૂકંપ
આ વર્ષે 04 જાન્યુઆરીએ મધ્ય જાપાનના પ્રાંત ઇશિકાવા પર આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 92 થઈ ગયો છે, જ્યારે ઓછામાં ઓછા 242 લોકો ગુમ છે. સમાચાર એજન્સી ક્યોડોના જણાવ્યા અનુસાર, કુલ ગુમ થયેલા લોકોમાંથી 40 લોકો સૌથી વધુ પ્રભાવિત વાજિમા શહેરમાં નોંધાયા છે.