રસોઈમાં વપરાતા તેલનો ઉપયોગ કરી લંડનથી ન્યૂયોર્ક પહોંચ્યું વિમાન
Mnf network : કાર્બન ઉત્સર્જનનું લય હાંસલ કરવા માટે બ્રિટનમાં મોટી પહેલ કરવામાં આવી છે. તેણે ન્યુયોર્ક, યુએસએના જેએફકે એરપોર્ટ સુધી લગભગ ૫,૫૭૦ કિલોમીટરની મુસાફરી પૂર્ણ કરી.
આ વિમાની મુસાફરીમાં વર્જિન એટલાન્ટિકના સ્થાપક રિચર્ડ બ્રેન્સન સિવાય, બ્રિટનના પરિવહન પ્રધાન માર્ક હાર્પર પણ સવાર હતા, જેણે સસ્ટેનેબલ એવિએશન યુઅલ (એસએએફ )નો ઉપયોગ કરીને ઉડાન ભરી હતી. બ્રિટિશ સરકારનું કહેવું છે કે વર્જિન એટલાન્ટિકનો આ પ્રયોગ વિશ્વમાં અશ્મિભૂત ઈંધણના ઓછા ઉપયોગ અને શૂન્ય કાર્બન ઉત્સર્જનના લયને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. આનાથી હવાઈ મુસાફરીનું વાતાવરણ ઘણી હદ સુધી અનુકૂળ બનશે. ગયા વર્ષે બ્રિટિશ સરકારે આ પ્રોજેકટ માટે ૧૨.૬ લાખ ડોલર આપવાની જાહેરાત કરી હતી.
સસ્ટેનેબલ એવિએશન યુઅલ (એસએએફ) રિન્યુએબલ બાયોમાસ અને કચરાના સંસાધનોમાંથી ઉત્પન્ન થાય છે. એટલે કે ખાધપદાર્થેા તળ્યા પછી જે તેલ બચે છે તેનો ઉપયોગ એસએએફ માં થાય છે. કેરોસીન સાથે મિકસ કરીને તેનો જેટ યુઅલ તરીકે ઉપયોગ કરી શકાય છે. હાલમાં ઈંધણમાં તેની માત્રા ૫૦ ટકા સુધી મર્યાદિત છે.
આ મહત્વ પૂર્ણ ઘટના બાદ લંડનથી ન્યૂયોર્ક પહોચેલા રિચર્ડ બ્રેન્સને કહ્યું કે ૩૮,૦૦૦ ફટની ઉંચાઈ પર અમારા વિમાનની ઉડાને નવો ઈતિહાસ રચ્યો. યાં સુધી કંઈક નવું કરવામાં ન આવે ત્યાં સુધી દુનિયા વિચારે છે કે તે કરી શકાતું નથી.