હવે ભારત નહીં આ દેશ છે સોનાની ચિડિયા, ગોલ્ડ રિઝર્વમાં દૂર-દૂર સુધી કોઈ નથી ટક્કરમાં
Mnf network: કોઈ જમાનામાં ભારતને સોનાની ચિડિયા કહેવામાં આવતું હતું. એક અંદાજ પ્રમાણે ભારતીય ઘરોમાં આશરે 25,000 ટન સોનું છે.દુનિયામાં કયાં દેશ પાસે સૌથી વધુ સોનાનો ભંડાર ભરેલો છે.- અમેરિકા.
અમેરિકા, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ, તેની તિજોરીમાં 8,133.46 ટન સોનું છે, જેની કિંમત લગભગ $489,133.74 મિલિયન છે.
આ મામલે દુનિયાનો કોઈ દેશ અમેરિકાની નજીક પણ નથી. જેમ લોકો તેમના પોર્ટફોલિયોમાં સોનું રાખે છે, તેમ દેશો પણ તેમના અનામતમાં સોનું રાખે છે જેથી મુશ્કેલીના સમયે તેનો ઉપયોગ કરી શકાય. તાજેતરના સમયમાં તમામ દેશોની સેન્ટ્રલ બેંકોએ મોટાપાયે સોનાની ખરીદી કરી છે.
અમેરિકા બાદ સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ જર્મનીની પાસે છે. આ યુરોપીયન દેશના કેન્દ્રીય ખજાનામાં 3,352.65 ટન સોનું છે, જેની કિંમત 201,623.07 મિલિયન ડોલર છે. સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા દેશોની યાદીમાં ઈટાલી ત્રીજા સ્થાને છે. તેની પાસે $147,449.64 મિલિયનની કિંમતનું 2,451.84 ટન સોનું છે. ફ્રાન્સ પાસે $146,551.80 મિલિયનની કિંમતનું 2,436.88 ટન સોનું છે. આ યાદીમાં પાંચમું સ્થાન રશિયાનું છે
ભારતની પાસે કેટલું સોનું છે
દુનિયાની બીજી સૌથી મોટી ઇકોનોમીવાળો દેશ ચીન આ લિસ્ટમાં છઠ્ઠા નંબર પર છે. તેની પાસે 2,191.53 ટન સોનાનો ભંડાર છે, જેની કિંમત 131,795.43 મિલિયન ડોલ છે. ચીને હાલમાં પોતાના ગોલ્ડ રિઝર્વમાં ઝડપથી વધારો કર્યો છે.