આત્મા અવિનાશી છે તે ક્યારેય મરતી નથી

આત્મા અવિનાશી છે તે ક્યારેય મરતી નથી

 પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના સાકાર સંસ્થાપક પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્મા (દાદા લેખરાજ) ના સાકાર જીવનનો. તેઓ હીરા ઝવેરાતના પ્રસિદ્ધ વ્યાપારી હતા. 1936-37 માં તેમના શરીરમાં પરમાત્મા શિવની પ્રવેશતા થઈ. તેઓએ પોતાનું તન- મન-ધન તથા સંબંધો બધું જ ઈશ્વરીય સેવામાં સમર્પિત કરી પરમાત્માના આદેશ અનુસાર વિશ્વ પરિવર્તન માટે જ્ઞાન યજ્ઞની સ્થાપના કરી.

દાદા લેખરાજના પત્નીનું નામ યશોદા હતું. તેઓ પણ બાબાની સાથે યજ્ઞમાં સમર્પિત થઈ ગયા. તેઓએ આ યજ્ઞમાં દિલથી સેવા કરી. જ્યારે તેઓએ શરીર છોડ્યું ત્યારે તેઓ આબુથી બહાર હતા.

પ્યારે બાબાને આ સમાચાર મળ્યા ત્યારે તેઓનો પ્રતિભાવ આવો રહ્યો તેમણે કહ્યું કે – માં મરે તો હલવો (શીરો) ખાવ, પત્ની મરે તો હલવો (શીરો) ખાવ. બ્રહ્મા બાબાએ નષ્ટોમોહા સ્મૃતિ લબ્ધા બનવાનો મંત્ર આ એક મહાવાક્યમાં આપી દીધો. તેઓ એ પરમાત્મા શિવ પર પોતાને કેટલા બધા સમર્પિત કરી દીધા હતા કે તેમને શરીર પ્રત્યે આકર્ષણ સંપૂર્ણ રીતે મટી ગયું હતું તો બીજાના શરીરની યાદ તથા આસક્તિનો પ્રશ્ન જ ન હતો. તેમનો સંપૂર્ણ સ્નેહ અવિનાશી આત્મા સાથે રહ્યો. આત્મા ક્યારેય મરતી નથી તો દુઃખ કઈ વાતનું!

પિતાશ્રી પ્રજાપિતા બ્રહ્મા પોતે તો નષ્ટોમોહા બન્યા જ પરંતુ સાથે સાથે તેઓએ મોહજીત ભાઈ-બહેનોની એક વિશાળ સેના પણ તૈયાર કરી. તેઓ કહેતા હતા કે નવી દુનિયાનું નિર્માણ તે જ કરી શકે છે કે જેને જૂની દુનિયાની કોઈ ચીજ સાથે આસક્તિ ન હોય. આ શરીર તો જુના અને તમો પ્રધાન છે આ શરીર તો જુના અને તમો પ્રધાન છે. શરીરને યાદ કરવું અર્થાત ભૂતને યાદ કરવું. માટે યાદ એને કરવાના છે, જે જન્મ મરણ રહિત છે. સુખોના દાતા છે તથા સ્વર્ગના રચયિતા છે. પ્યારે બ્રહ્મા બાબાના જીવનનું અનુકરણ કરનાર હજારો બ્રહ્મા વત્સો આજે તેમના અવ્યક્ત થયા પછી પણ તેમના દ્વારા શરૂ કરાયેલ કાર્યને આગળ ધપાવતા સંપૂર્ણતાની અવસ્થા તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યા છે.

 દેહ પ્રત્યે આસક્તિ ઉપર જીત મેળવવી અર્થાત વિકારોના કિલ્લાને નાશ કરવો. સૃષ્ટિના શરૂઆતના સમયે સતયુગમાં દરેક આત્મા નષ્ટોમોહા હતી. પરિણામે ત્યાં મૃત્યુ એક ઉત્સવ હતો. દરેક શરીર છોડવા વાળી આત્માને સુંદર ગીત સંગીતના અવાજ તથા સુંદર રીતે શણગારીને વિદાય આપવામાં આવતી હતી. તે પ્રથાનું અનુકરણ કરતા આજે પણ ઘણી જગ્યાએ વૃદ્ધા મનુષ્યની અરથીને શણગારવામાં આવે છે. આજે પણ કાશીમાં મૃતકને નૃત્ય કરતા ગીત ગાતા ગાતા વિદાય આપવામાં આવે છે. શરીર છોડવા વાળી આત્માને રોઈને પાછી બોલાવવી તે સારું નથી. માટે જ મૃત્યુ રૂપી ઉત્સવ આનંદપૂર્વક હોય પછી ભલે તે આપણા પોતાના પરિવારનો હોય કે બીજાનો.

મૃત્યુપર વિજય મેળવવાની યુક્તિઓ :-

(1) પરમપિતા પરમાત્માનું ઘર એ જ આપણું ઘર:- આપણે બધા આત્માઓ ભગવાનના ઘેરથી આ સૃષ્ટિ પર પાર્ટ ભજવવા માટે આવ્યા છીએ. તો જ્યાં થી આવ્યા છીએ ત્યાં પાછું જવાનું છે. પિતા પાસે જવાની બાબત સુખદાયી હોય છે, દુઃખદાયી નહીં.