આરોગ્ય / ફિટ રહેવાના ચક્કરમાં તમે પણ પીવો છો ગરમ પાણી?

આરોગ્ય / ફિટ રહેવાના ચક્કરમાં તમે પણ પીવો છો ગરમ પાણી?

Mnf network:  ગળામાં દુ:ખાવો હોય અથવા અપચની સમસ્યા હોય ત્યારે ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. વધુ પડતું ગરમ પાણીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ગરમ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ પર અસર થઈ શકે છે.

કેમ ગરમ પાણીનું સેવન મર્યાદિત માત્રામાં કરવું જોઈએ.

ગરમ પાણી પીવાથી થતી આડઅસર

બળતરા

વધુ પડતું ગરમ પાણી પીવાથી તમને મોઢામાં, ગળામાં અને પાચન તંત્રમાં બળતરા થઈ શકે છે.

ડિહાઈડ્રેશન

વધુ પડતું ગરમ પાણીનું સેવન ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે. વધુ પડતું ગરમ પાણી પીવાથી શરીરમાં પ્રવાહીની ઉણપ જણાય છે.

 શિયાળામાં વારંવાર તરસ લાગે તો થઈ જાવ સાવધાન, હોઇ શકે છે આ એક ગંભીર સમસ્યા

પાંચનને લગતી સમસ્યા

આમ તો પાચન માટે ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરતું ઘણી વાર વધુ પડતાં ગરમ પાણીનાં સેવનથી પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે.

મિનરલ્સનું અસંતુલન

વધુ પડતું ગરમ પાણી પીવાથી શરીરમાં મિનરલ્સની ઉણપ જણાય છે.

દાંત પર અસર

વધુ પડતું ગરમ પાણી સમય સાથે તમારા દાંતોના ઇનમલને ખતમ કરી શકે છે. જેના કારણે દાંતોમાં સેન્સિટિવિટી અને કેવિટીનું જોખમ વધી જાય છે.