દુર્લભ તસવીર / નરેન્દ્ર મોદીનો 'જોગીદાસ ખુમાણ ' નો અભિનય અવતાર : ક્લિક કરી જુઓ તસ્વીર
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : નાટક હોય રમત-ગમત હોય કે પછી રાજકારણ હોય, હંમેશાં નરેન્દ્ર મોદી મુખ્ય ભૂમિકા જ નિભાવતા જોવા મળ્યા છે.વાત છે મોદી ના બચપણ સમયની.વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 1962થી 1967 સુધી ઓલ્ડ SSC એટલે કે અગિયારમાં ધોરણ સુધી વડનગર ની બી.એન.હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. પ્રાથમિક શિક્ષણ તેમણે વડનગરમાં આવેલી કુમાર શાળા, જેને દરબાર અને વર્નાક્યુલર સોસાયટી પણ કહે છે ત્યાં લીધું હતું. એ સ્કૂલને અત્યારે સ્કૂલ ઑફ ઇન્સ્પિરેશન તરીકે વિકસાવવામાં આવી રહી છે.
મીડિયા અહેવાલ મુજબ, મોદીજી એ અભ્યાસકાળ દરમ્યાન સ્કૂલ માં ' જોગીદાસ ખુમાણ ' નાટક ભજવેલું જેમાં મોદીજીએ જોગીદાસ નું મુખ્યપાત્ર ભજવ્યું હતું.આ પાત્રમાં મોદીજી ની વેશભૂષા શાહી પ્રકારની જોવા મળે છે જેમાં તેઓ પાઘડી અને દાઢી માં ખૂબ જ આબેહૂબ અભિનય મુદ્રામાં જોવા મળે છે. જો કે હાલ વર્તમાનમાં પણ મોદીજી વેશ પરિધાન બાબતે ખૂબ ધ્યાન રાખે છે.તેમનો પોશાક તેમના વ્યક્તિત્વની એક વિશિષ્ટ પહેચાન બની રહ્યો છે.