સિદ્ધપુર : એસ.ટી.ડ્રાઈવર અને કંડકટરે મૂળ માલિકને મોબાઈલ પરત કરી પ્રમાણિકતા દર્શાવી

સિદ્ધપુર : એસ.ટી.ડ્રાઈવર અને કંડકટરે મૂળ માલિકને મોબાઈલ પરત કરી પ્રમાણિકતા દર્શાવી

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સિધ્ધપુર : પ્રમાણિકતા શીખવા માટે કોઈ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરવા જવાની જરૂર નથી હોતી, પરંતુ પ્રમાણિકતા હંમેશા હૃદયમાંથી જ પ્રગટે છે. આવો જ એક પ્રમાણિકતાનો કિસ્સો સિધ્ધપુર એસટી ડેપોમાં બનવા પામ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, સિધ્ધપુર એસટી ડેપો ની બસ નંબર GJ 18 Z 3045 બસમાં સુરત થી ઊંઝા જતા પેસેન્જર રામજીભાઈ ખેમચંદભાઈ પટેલ સુરત થી ઊંઝા ની ટિકિટ લઈ ઊંઝા ઉતરતા તેમનો મોબાઈલ અંદાજિત કિંમત 20,000 નો બસ માં ભૂલી ગયા હતા. જેમને જાણ થતા ડેપો ખાતે ડ્રાઇવર નારસંગજી ઠાકોર તથા કંડકટર મોગલ ઈમ્તિયાઝ ભાઈનો સંપર્ક કરતા મોબાઈલ મૂળ માલિકને સિદ્ધપુર એસટી ડેપોમાં ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર લક્ષ્મણભાઈ રાજપુત ના હસ્તે પરત કરી ડ્રાઈવર તથા કંડકટર પોતાની પ્રમાણિકતા બતાવી હતી ડેપો ખાતે અન્ય કર્મચારીઓમા હર્ષની લાગણી અનુભવાઇ હતી.