વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો ફિલ્મ 'હૅરી પૉટર' જેવો જ સૌપ્રથમ અદૃશ્ય કોટ
Mnf network : આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી કાર્યરત સિક્યૉરિટી કૅમેરાથી પણ બચી શકાશે! હાલમાં શાંઘાઈમાં આયોજિત એક વૈજ્ઞાનિક ઇવેન્ટમાં ભૌતિકશાસ્ત્રીએ જણાવ્યું હતું કે આ ટેક્નૉલૉજીની મદદથી કેટલાંક ચોક્કસ મટીરિયલ્સને છુપાવી શકાય છે. આ વૈજ્ઞાનિકે વધુ વાત કરતાં જણાવ્યું કે નવી ટેક્નૉલૉજીમાં બહિર્મુખ નળાકાર લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક ઊભા લેન્સ સંકોચાઈ શકે છે જેનાથી પ્રકાશનું વક્રીભવન થઈ શકે છે. આ પ્રકારની ટેક્નૉલૉજીનો બહોળા સ્તરે ઉપયોગ થઈ શકે છે; જેમ કે મિલિટરી સેક્ટર, ફાઇટર જેટ્સ જેવાં વેહિકલ. આ ઇવેન્ટમાં વૈજ્ઞાનિકે મજાકિયા અંદાજમાં એવું પણ કહ્યું કે એવી પણ શક્યતા છે કે એક દિવસ એવો આવશે જ્યારે દરેક લોકો પાસે ફિલ્મ ‘હૅરી પૉટર’નો અદૃશ્ય કોટ હશે.