પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જન ઔષધિ કેન્દ્રો ને લઇ કરી મોટી જાહેરાત
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ભારતના 77મા સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ રાષ્ટ્રને સંબોધનમાં જન ઔષધિ કેન્દ્રને લઈને મોટી જાહેરાત કરી છે. જેનરિક દવાઓની ઉપલબ્ધતા વધારવાના ઉદ્દેશ્યને પૂર્ણ કરવાની સાથે તે લોકો માટે આવકનો સારો સ્ત્રોત પણ બની રહી છે.
જન ઔષધિ કેન્દ્રો દેશના લોકોને રોગોની સારવાર માટે સસ્તા ભાવે દવાઓ ઉપલબ્ધ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. દેશભરમાં 10,000 જન ઔષધિ કેન્દ્રો સ્થાપિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો
તાજેતરમાં સંસદમાં તેમના ભાષણ દરમિયાન કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે આંકડા રજૂ કરતી વખતે કહ્યું હતું કે, 2014માં સમગ્ર દેશમાં માત્ર 80 જન ઔષધિ કેન્દ્રો હતા. પરંતુ મોદી સરકારના છેલ્લા 9 વર્ષમાં જન ઔષધિ કેન્દ્રોની સંખ્યા વધીને 9,884 થઈ ગઈ છે.