કોરોનાને ભગાડવાનો આ તે કેવો ઉપાય ! ભાજપના ધારાસભ્યએ હવન કરી, તેને ટ્રોલીમાં મૂકી અને શહેરમાં ફર્યા
ગુજરાતમાં ભાજપના ધોરણ 5 પાસ ધારાસભ્ય દ્વારા કોરોના ના દર્દીઓ ને ઇન્જેક્શન આપવાની હરકત કરાઇ હતી.
કર્ણાટકના બેલગામમાં અત્યાર સુધી 500 લોકોના કોરોના થી મોત નિપજ્યા છે
હાલમાં બેલગામમાં ૧૮૦૦૦ જેટલા કોરોના એક્ટિવ કેસ છે
પોતાના વિધાનસભા વિસ્તાર માંથી કોરોના ને ભગાડવા માટે ધારાસભ્યએ હવન કર્યો
હવન કર્યા બાદ તેનો ધુમાડો ઘરે-ઘરે સુધી ટ્રોલીમાં લઈ ગયા જેમાં સોશ્યલ distance નો ભંગ થયો
મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : ગુજરાતમાં સુરતના ભાજપના ધો.5 પાસ ધારાસભ્ય દ્વારા કોરોનાના દર્દીને ઇન્જેક્શન આપવાનો વિવાદ શમ્યો નથી ત્યાં એક નવો વિવાદ આવ્યો છે જેમાં કર્ણાટકના બેલગામમાં, સ્થાનિક ધારાસભ્યએ કોરોનાથી બચવા માટે હવન કરી, પછી તેને ટ્રોલીમાં મૂકી અને તેને આખા શહેરમાં ચલાવ્યો. એટલું જ નહીં, જ્યાં તેઓ પહોંચી શક્યા ન હતા ત્યાં એક અલગ હવનની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી બેલગામને કોરોનામાંથી મુક્ત કરી શકાય.
મીડિયા અહેવાલ મુજબ, આ વિસ્તારમાં કોરોના ચેપને કારણે અત્યાર સુધી 500 લોકોનાં મોત નીપજ્યાં છે. દક્ષિણ બેલગામમાં ભાજપના ધારાસભ્ય અભય પાટીલ દ્વારા કોરોનાને બચાવવા માટે ખાસ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કોરોના તેમના વિસ્તારમાંથી દૂર થઈ જાય.
આ મુદ્દે ધારાસભ્ય અભય પાટિલ કહે છે, " યજ્ઞ અને હવન વાતાવરણને શુદ્ધ કરે છે. આ વસ્તુ વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થઈ છે. અહીં કોરોના કેસ વધી રહ્યા હોવાથી, અમે બેલ્ગામ દક્ષિણ વિધાનસભાના દરેક ઘરની સામે હવન કરવાનો નિર્ણય લીધો છે." બેલગામ માં હાલ 18 હજાર એક્ટિવ કેસ છે,જેથી આનું જોખમ નોંધપાત્ર રીતે વધે છે. કારણ કે સામાજિક અંતરનું પાલન કરવું મુશ્કેલ છે. વર્તમાન વાયરસ કેટલું જોખમી છે, તે જગજાહેર છે.