ધો.12 ની બોર્ડની પરિક્ષાઓને લઈ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : 1 જુલાઈથી યોજાશે પરીક્ષાઓ, જાણો કેવા હશે પ્રશ્નપત્રો અને બેઠક વ્યવસ્થા ?

ધો.12 ની બોર્ડની પરિક્ષાઓને લઈ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : 1 જુલાઈથી યોજાશે પરીક્ષાઓ, જાણો કેવા હશે પ્રશ્નપત્રો અને બેઠક વ્યવસ્થા ?

રાજ્યના ધોરણ-12ના 6.83 લાખ વિદ્યાર્થીઓના ભાવિ કારકીર્દી ઘડતર માટે મહત્વપૂર્ણ ધોરણ-12 બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. 1 જુલાઇ 2021 ગુરુવાર થી યોજાશે.

 કોરોના સંક્રમણ નિયંત્રણ ગાઇડલાઇન્સ S.O.P ના ચુસ્તપાલન સાથે પરીક્ષાઓ યોજાશ.

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : કોરોના ને કારણે લઈને છેલ્લા ઘણા સમયથી ધોરણ 12 ની પરીક્ષા ક્યારે યોજાશે તેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઘણી બધી આતુરતા હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ધોરણ12ની વિજ્ઞાન પ્રવાહ,સામાન્ય પ્રવાહ અને વાણિજ્ય પ્રવાહ ની પરીક્ષાને લઇને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી પ્રથમ જુલાઈથી આ પરીક્ષાઓ શરૂ થનાર છે.

પ્રાપ્ત વિગતો અનુસાર દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ-1 માં 50 ગુણની બહુવિકલ્પ MCQ OMR પદ્ધતિ અને ભાગ-2 માં વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા એમ ત્રણ કલાકની પરીક્ષા યોજાશે,

સામાન્ય પ્રવાહમાં પ્રસ્થાપિત પ્રણાલિ મુજબ 100 ગુણની વર્ણનાત્મક લેખિત પરીક્ષા લેવાશે,

વિદ્યાર્થીઓને પોતાની શાળાના નજીક પરીક્ષા કેન્દ્ર મળી રહે-કોરોના કાળમાં વધુ દૂરના અંતરે પરીક્ષા આપવા જવુ ન પડે તે માટે વધુ પરીક્ષા કેન્દ્રો શરૂ કરાશે

કોરોના સંબંધિત કે અન્ય અનિવાર્ય કારણોસર પરીક્ષામાં ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા પ્રશ્નપત્ર અને નવા સમય સાથે પરીક્ષા યોજાશે.

વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેની ચિંતા સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શન અનુસાર એક વર્ગખંડમાં વધુમાં વધુ 20 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે,સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક તેમજ થર્મલ ગન સેનિટાઇઝર સહિતની વ્યવસ્થા સુનિશ્ચિત કરાશે