MLA ડો.આશાબેન પટેલની મહેનત રંગ લાવી : વડનગરમાં નવું માર્કેટ યાર્ડ આકાર લેશે : 21 ઓક્ટોબરે ભૂમિ પૂજન
ઊંઝાના શ્રેષ્ઠ ધારાસભ્ય એવોર્ડ વિજેતા સ્વ.ડો.આશાબેન પટેલે વડનગરમાં માર્કેટયાર્ડ બનાવવા પ્રયત્નો હાથ ધર્યા હતા.
21મી ઓક્ટોબરના રોજ સહકાર મંત્રીના હસ્તે વડનગરમાં નવા માર્કેટયાર્ડ નો ભૂમિ પૂજન સમારોહ યોજાશે.
મોર્નિંગ ન્યુઝ ફોકસ ( જશવંત પટેલ ) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં છેલ્લા કેટલાક વર્ષોથી માર્કેટયાર્ડનો પ્રશ્ન ટલ્લે ચડ્યો હતો ત્યારે સક્રિય એવા શ્રેષ્ઠ ધારાસભ્ય સ્વ.ડો.આશાબેન પટેલે સમય અગાઉ નવું માર્કેટયાર્ડ બનાવવાનો મુદ્દો હાથ ધર્યો હતો.
આ માટે તેમણે અથાગ પ્રયત્ન કર્યા હતા.જમીન એન.એ.થી લઈ મંજૂરી સહિત માટે તેમણે ઉચ્ચક્ષાએ રજૂઆત કરી અધિકારીઓ સાથે બેઠકો યોજી માર્કેટયાર્ડનું કામ પુરુ સત્વરે પુરુ કરવા મથામણ કરી હતી.ટૂંક સમયમાં જ હવે માર્કેટયાર્ડ બનવા જઈ રહ્યું છે.ત્યારે તેમના આ આખા પ્રયત્નોથી હવે વડનગરમાં નવ માર્કેટયાર્ડ ટૂંક સમયમાં આકાર લેવા જઈ રહ્યું છે.
વડનગરમાં માર્કેટયાર્ડ બનાવવા 21 મી ઓક્ટોબરે સહકાર મંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવનાર છે . એપીએમસી ચાલુ કરવા સ્વ . ધારાસભ્ય ડો.આશાબેન પટેલે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી .
ઍક સમયે ખેતપેદાશોની આવકથી ધમધમતું વડનગર માર્કેટયાર્ડ બંધ થઈ ગયા બાદ 8 ઓક્ટોબ ૨ 2017 ના રોજ વડાપ્રધાન મોદીના સન્માન સમારોહમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માર્કેટયાર્ડ બનાવવાની જાહેરાત કરી હતી . પરંતુ જમીનનો પ્રશ્ન નડતરરૂપ બન્યો હતો . સ્વ . ધારાસભ્ય ડો.આશાબેન પટેલના પ્રયાસોથી હવે અહીં નવું માર્કેટયાર્ડ આકાર પામશે. જોકે અહીં નવું માર્કેટયાર્ડ ટૂંક સમયમાં આકાર પામે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીના ભાઈ સોમાભાઈ મોદી ના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત પ્રમુખ પરેશભાઈ પટેલે પણ સક્રિય ભૂમિકા નિભાવી છે.