કચ્છના રણોત્સવમાં હવે થશે સોમનાથ મહાદેવના દર્શન, જાણો કઇ રીતે

કચ્છના રણોત્સવમાં હવે થશે સોમનાથ મહાદેવના દર્શન, જાણો કઇ રીતે

Mnf network: એશિયાના સૌથી મોટા ઉત્સવોમાના એક એવા કચ્છના રણોત્સવમાં સેહલાણીઓને મળશે સોમનાથ મહાદેવના દર્શન. પ્રથમ જ્યોતિર્લંગ શ્રી સોમનાથ મંદિરનું વ્યવસ્થાપન કરતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે રણોત્સવમાં પ્રદર્શનીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પર્યાવરણ પ્રત્યે જવાબદારી લઈને 11 લાખ વૃક્ષારોપણ અભિયાન હોય કે 5 બિલ્વ વનોનું નિર્માણ, મહાદેવને પવિત્ર કરાયેલા નિર્માલ્ય જળનું શુદ્ધિકરણ કરીને સોમગંગાનું નિર્માણ હોય કે પછી 10 કરોડ લીટરથી વધુ સુએઝ પાણીનું રિસાયકલીંગ હોય સોમનાથ ટ્રસ્ટ સમયની સાથે સમાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ અગ્રેસર રહ્યું છે. ગર્ભગૃહ અને મંદિરના શિખર પરના 1400 કલશ સુવર્ણ મંડીત કરાયા છે. સોમનાથ ટ્રસ્ટ આવા સતત કાર્ય દ્વારા ઉત્તમ પ્રવાસનો અનુભવ પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે.

આ ગેલેરીમાં ભક્તો સોમનાથ મહાદેવના લાઈવ દર્શન કરી શકશે અને ચંદન તિલકની સાથે તેમને સોમનાથ મહાદેવનો ભસ્મપ્રસાદ અને રૂદ્રાક્ષની સાથે ઈ-સર્ટિફિકેટ પણ આપવામાં