નવમી જૂને ન્યૂયોર્કમાં ભારત-પાકની ટક્કર
Mnf network: ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક ક્રિકેટ પ્રતિદ્વંદ્વિતા નવમી જૂને દુનિયાના સૌથી મોટાં `શો સિટી' ન્યૂયોર્ક પહોંચશે જ્યાં ટી-20 વિશ્વકપ-2024ની ગ્રુપ-એની મેચમાં બંને કટ્ટર હરીફ આમને-સામને ટકરાશે. વીસ ટીમને સાંકળતી સ્પર્ધાનો કાર્યક્રમ આજે જાહેર કરવામાં આવ્યો હતો.
સેમિફાઈનલ 26મી જૂને ગુયાનામાં અને 27મી જૂને ત્રિનિદાદમાં જ્યારે બાર્બાડોસમાં 29મી જૂને ફાઈનલ મેચ યોજાશે. ગ્રુપ સ્તરની મેચો 1થી 18 જૂન વચ્ચે અને 19થી 24 જૂન દરમ્યાન `સુપર આઠ' મેચો યોજાશે. વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકાના યજમાનપદે યોજાનારી આ સ્પર્ધામાં વિન્ડિઝમાં 41, અમેરિકામાં 14 મેચ રમાશે. ભારત શરૂઆતમાં 4 મેચ રમશે. જેમાં 5 જૂને આયરલેન્ડ વિરુદ્ધ, 12 જૂને અમેરિકા વિરુદ્ધ અને 15 જૂને કેનેડા વિરુદ્ધ મુકાબલો થશે.