ગુજરાત ભાજપના મહિલા સંગઠન નેતાના ગોવા પ્રવાસની ચર્ચા કમલમ સુધી !

ગુજરાત ભાજપના મહિલા સંગઠન નેતાના ગોવા પ્રવાસની ચર્ચા કમલમ સુધી !

MNF News Network: (સુના સો ચુના ) : મીડિયા રિપોર્ટ મુજબ, ભાજપમાં ગોવામાં યોજાયેલી મહિલા મોરચાની બેઠક ચર્ચાસ્પદ બની છે કારણકે આ બેઠકમાં અપેક્ષિત સિવાયના પણ બે હોદ્દેદારો પહોંચ્યા હતા. પરંતુ બેઠકમાં તેમને પ્રવેશ ન મળ્યો. થોડા દિવસ અગાઉ ગોવામાં રાષ્ટ્રીય સ્તરે ભાજપ મહિલા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં દરેક પ્રદેશમાંથી ત્રણ અપેક્ષિત સભ્યોને આમંત્રિત કર્યા હતા. સૂત્રો જણાવી રહ્યા છે કે ગુજરાતમાંથી ત્રણ નહીં પરંતુ પાંચ સદસ્યોં ગોવા પહોંચ્યા હતા. મહત્વની વાત એ છે કે જે ત્રણ અપેક્ષિત હતા તેમને બેઠકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો, એ સિવાયના અન્ય બે મહિલા નેતાઓને પ્રવેશ ન અપાયો. જેથી તેમને બહાર રહેવું પડ્યું હતું.

        ગોવામાં યોજાયેલ મહિલા મોરચાની બેઠકની જે પ્રમાણે ચર્ચા ચાલી રહી છે તેની વાત કરીએ તો ત્રણ આમંત્રિત સભ્યો પૈકીની બે મહિલા નેતા આર્થિક સધ્ધર હતા. જેથી તેમણે પોતાની વ્યવસ્થા જાતે કરી હતી. પરંતુ તેમના સ્થાને પ્રદેશ મહિલા મોરચાના એક નેતાની નજીક રહેલા બે મહિલા નેતાઓને પાર્ટીના ખર્ચે ગોવા ટુર કરાવવાનું આયોજન હતું. જેથી તેમને પણ સાથે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ બે અન અપેક્ષિત સભ્યો બેઠક સ્થળે પહોંચતા તેમને પ્રવેશ ન અપાતા તમામ હાંસીને પાત્ર બન્યા હતા. 

         રિપોર્ટ મુજબ,  આ ઘટના બાદ કમલમ ખાતે આ અંગે માથાકૂટ પણ થઇ અને મોટા નેતાને આ અંગે ફરિયાદ પણ કરાઈ હતી. ત્યારે સતત ચર્ચામાં રહેલા શોખીન આ બિન બુલાયે મહેમાન માટે અત્યારે તો કમલમના જ નેતાઓ કહી રહ્યા છે કે એ નેતા ભલે અન અપેક્ષિત સભ્યોને સાથે લઈ જાય. પરંતુ તેનો ખર્ચ તે અંગત રીતે કરી રહ્યા છે. પાર્ટીના ખર્ચે તે કોઈને પણ ટુર કરાવતા નથી અને આ મહિલા નેતાએ પોતાને તેના સમકક્ષ ન ગણી લેવા જોઈએ.

    ગોવામાં યોજાયેલી મહિલા મોરચાની શિબિરમાં ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહિલા મોરચા ના અગ્રણી મહિલા નેતાને કોઈને કોઈ રીતે સંગઠનના નીતિ નિયમો સાથે ચેડા કરીને પોતાની અન્ય સખીઓને માત્રને માત્ર પોતાના શોખ પૂરા કરવા માટે લઈ ગયા હોવાનો ગણગણાટ પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ થી માંડીને ગુજરાત ભરમાં થઈ રહ્યો છે !